મિત્રો આપણે સૌ પટેલ સમાજનું ગૌરવ કહેવાતા એવા વિઠ્ઠલભાઈ રાદડિયાને તો જરૂર ઓળખતા હશે. વિઠ્ઠલભાઈ ભલે આજે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ આજે પણ તેઓ હજારો ખેડૂતોના દિલમાં વસે છે. વિઠ્ઠલભાઈ રાદડિયા જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી તેમને ખેડૂતો માટે અનેક કાર્યો કર્યા છે.
વિઠ્ઠલભાઈ રાદડિયા એક એવું નામ છે કે તેમને કોઈ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર નથી. જ્યારે વિઠ્ઠલભાઈ રાદડિયાનું મોત થયું ત્યારે ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો અને ખેડૂતોની આંખોમાં આંસુ હતા. તો આજે આપણે વિઠ્ઠલભાઈ રાદડિયાની કેટલીક વાતો કરવાના છીએ.
મિત્રો વિઠ્ઠલભાઈ રાદડિયાને સૌરાષ્ટ્રવાસીઓ છોટે સરદારના નામે પણ ઓળખતા હતા. દરેક લોકો વિઠ્ઠલભાઈ રાદડિયા અને તેમની વાતને ખૂબ જ સન્માન આપતા હતા. જ્યાં સુધી તેઓ જીવતા હતા ત્યાં સુધી તેઓએ તેમના આસપાસ રહેતા લોકો અને ખેડૂતોનું જ વિચાર્યું હતું.
વિઠ્ઠલભાઈ રાદડિયા જામકંડોરણા ખાતે લેઉવા પટેલ કન્યા છાત્રાલય, હંસરાજભાઈ સવજીભાઈ રાદડિયા લેવા પટેલ વિદ્યાર્થી ભવન જેવી સંસ્થાઓ ચલાવતા હતા. મિત્રો તમને ન ખબર હોય તો તમને જણાવી દઈએ કે, વિઠ્ઠલભાઈ રાદડિયા તેમની તમામ વાહનો પાછળ વૈભવ નામ લખાવતા હતા. તો ચાલો જાણીએ શા માટે તેઓ પોતાના તમામ વાહનો પાછળ વૈભવ લખાવતા હતા.
મિત્રો તમને જણાવી દઈએ કે વિઠ્ઠલભાઈ રાદડિયા ના ચાર દીકરાઓમાંથી સૌથી નાના દીકરાનું નામ વૈભવ હતું અને તે તેમને અતિશય વ્હાલો હતો. વૈભવ યુવાન હતો ત્યારે તેનું મોત થઈ ગયું હતું. દીકરાના મોત બાદ વિઠ્ઠલભાઈ રાદડિયા આઘાતમાં સરી પડ્યા હતા. વૈભવના નિધન બાદ વિઠ્ઠલભાઈ રાદડિયા પોતાની તમામ કારની પાછળ વૈભવ નામ લખાવતા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment