મિત્રો સૌ કોઈ લોકોએ કચ્છના ખારા રણમાં બિરાજમાન વીર વચ્છરાજ દાદાના મંદિર વિશે તો સાંભળ્યું જ હશે. ત્યારે આજે આપણે પાકિસ્તાનમાં આવેલા વીર વચ્છરાજ દાદાના મંદિર વિશે વાત કરવાના છીએ અને ત્યાંનો શું ઈતિહાસ છે તે જાણવાના છીએ.
મિત્રો તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં થરપાકર જિલ્લાના ડીપ્લો તાલુકાના ઓનેહરિયો ગામમાં વચ્છરાજ દાદાનું મંદિર આવેલું છે!મિત્રો તમને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં સ્થિત વચ્છરાજ દાદાના મંદિરે દર વર્ષે મેળો ભરાય છે અને મેળામાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે.
કહેવામાં આવી રહ્યું છે કે હજારોની સંખ્યામાં ભક્તો દાદાના સાનિધ્યમાં માથું ટેકવે છે અને ભક્તિભાવ કરે છે. પાકિસ્તાનમાં આવેલા વચ્છરાજ દાદાના મંદિર વિશે મંગલસિંહ રાઠોડ એ વાત કરતા જણાવ્યું કે, અમારા વડીલોના કહેવા મુજબ વર્ષો પહેલા વચ્છરાજ દાદા હિંગળાજ માતાજીની જાત્રા કરવા માટે અહીં આવ્યા હતા.
ત્યારે તેમની સાથે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવ્યા હતા અને દાદા પણ અહીં રોકાયા હતા. વધુમાં તેમને વાત કરતાં જણાવ્યું કે, ઓનેહરિયો ગામની આસપાસ એક ગામ આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં રાજપુત લોકો રહેતા હતા. તે લોકો આસપાસના લોકોની ખૂબ જ સેવા કરતા હતા.
તે લોકોનું સેવાનું કામ જોઈને વચ્છરાજ દાદાએ તેમને વચન આપ્યું હતું કે, મારી દુઆ તમારી સાથે રહેશે અને તમારી દુઃખની ઘડીમાં તમે મને યાદ કરશો તો હું તમારા બધા દુઃખ દૂર કરીશ. કહેવામાં આવી રહ્યું છે કે, આજે પણ ત્યાંના હિન્દુઓ કહે છે કે દાદાના દર્શન કર્યા બાદ અમારા તમામ દુઃખ દૂર થઈ જાય છે!
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment