દિવસની શરૂઆત સારી થાય તો આખો દિવસ ખૂબ જ સારો વિતે છે. સામાન્ય રીતે લોકો દ્વારા હંમેશા કહેવામાં આવતું હોય છે કે આ વ્યક્તિનો ચહેરો જોવાથી આખો દિવસ સારો ગયો પરંતુ શું તમે તેના પાછળનું કારણ જાણો છો…? તેનું કારણ છે કે, આપણા મનપસંદ વ્યક્તિનો ચહેરો જોવાથી આપણને સકારાત્મક ઊર્જા મળે છે અને આ સકારાત્મક ઉર્જા ના કારણે સમગ્ર દિવસ ખૂબ જ સારો વીતે છે. આ ઉપરાંત સવારે નકારાત્મક ઉર્જાથી દૂર રહેવું જોઈએ.
દિવસની સર્વ શ્રેષ્ઠ બનાવવા માટે આ ઉપાયો અપનાવો…
કઈ વસ્તુ ટાળવી જોઈએ:- સામાન્ય રીતે આપણે સવારે ઊઠતાની સાથે જ કાચ માં આપણો મોઢું જોતા હોઈએ છીએ. પરંતુ આવું ક્યારેય ન કરવું જોઈએ. કારણ કે તેનાથી તે ઊર્જા ફરી આપણી આંખો માં પ્રવેશે છે. મોઢું ધોયા બાદ જ કાચ માં જોવું જોઈએ. તેનાથી સકારાત્મક ઊર્જા આપણામાં પ્રવેશે છે.
ચહેરો જોવા માટે નસીબદાર વ્યક્તિ:- લોકો કહેતા હોય છે કે સવારે કોનો ચહેરો જોવો શુભ છે? ત્યારે તેનો જવાબ છે આપણા ઇષ્ટદેવ… સવારે આપણા ઇષ્ટ દેવનો ચહેરો જોવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આખો દિવસ તાજગીથી પસાર થાય છે.
ઊઠતા સમયે શા માટે હથેળી તરફ જોવું જોઈએ:- વડીલો દ્વારા કહેવામાં આવે છે કે સવારે ઉઠીને જમીન પર પગ મુકતા પહેલા બંને હાથની હથેળી જોવી જોઈએ અને શ્લોક નું મનન કરવું જોઈએ. કારણકે ભગવાન વિષ્ણુ સરસ્વતી આપની હથેળીમાં નિવાસ કરે છે. આવું કરવાથી સકારાત્મક ઉર્જા તો મળે જ છે પરંતુ તેના દ્વારા આપણને મળેલા આ જીવનનો આભાર પણ વ્યક્ત થાય છે.
ભગવાન ની કહેવતો:- સ્વયં હનુમાનજી કહે છે કે, ‘લેઈ જો નામ અમને સવારે. તેહી દિન તાહી ના મિલાઈ અહારા.’ હનુમાનજી મૂળ વાનર જાતિના છે જે યોગ્ય જાતિ કહેવાતી નથી અને તેઓને સમયસર ભોજન પણ મળતું નથી. માટે આપણે ભગવાનનો આભાર પ્રકટ કરવો જોઈએ કે તેઓએ આપણને મનુષ્યજીવન આપ્યું. અને સવારે નાસ્તો કર્યા પછી જ હનુમાનજીની પૂજા કરવી જોઇએ.
આ ચહેરો જોવા ને શુભ સંકેત માનવામાં આવે છે:- સવારે તૈયાર થઈને બહાર જાઓ ત્યારે જો કોઈ સફાઈ કામદાર મળે તો તેને જોવું શુભ માનવામાં આવે છે. કારણ કે તેને શનિદેવનું રૂપ માનવામાં આવે છે. આ સમયે બને તો થોડુ દાન-પુણ્ય કરવું જોઈએ.આ ઉપરાંત જો ઘંટ અથવા શંખના અવાજથી આંખ ખુલે તો તેને પણ શુભ માનવામાં આવે છે અને આખો દિવસ ઊર્જામા વ્યતીત થાય છે.
Be the first to comment