ગુજરાત રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે રાજ્યની ભુપેન્દ્ર સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને રાહત મળે એટલા માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. સર્વેના આધારે રાજ્ય સરકાર દ્વારા રાહતપેકેજ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટમાં ડીડીઓ અને ભાજપના જનેતા સર્વે કામગીરી ને લઇને આમને-સામને આવી ગયા છે.
ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદર દ્વારા સર્વેની કામગીરી ને લઇને સવાલ ઉઠાવતા પત્ર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને લખવામાં આવ્યો છે. બીજી તરફ ડીડીઓ કહી રહ્યા છે કે સર્વે આધારે જ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
જિલ્લાના 445 ગામડામાંથી 156 ગામડાઓમાં નુકસાન થયું છે. જિલ્લામાં 30 ટકા કરતા વધુ અસરગ્રસ્ત ખેડૂતોની સંખ્યા 10237 છે. રાજકોટ જિલ્લામાં કોઈ પણ ગામમાં સર્વે બાકી નથી.સર્વેની કામગીરી ને લઇને ભાજપ નેતા અને રાજકોટના ડીડીઓ આમનેસામને આવ્યા છે.
ફરીથી સર્વે કરવામાં આવે તેવી ભાજપ નેતા દ્વારા માંગણી કરવામાં આવી છે. રાજકોટના ડીડીઓ દેવ ચૌધરી નું કહેવું છે કે રાજકોટમાં ભારે વરસાદ થયો હતો તેમાં 156 ગામડાઓ એવા છે કે જ્યાં ભારે નુકસાન થયું હતું અને આ બાબતે સર્વે કરવામાં આવ્યો હતો અને તેનો રિપોર્ટ મોકલી પણ દીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment