અમદાવાદમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં એક વૃદ્ધ વ્યક્તિએ જાહેરમાં રસ્તાની સાઇડ પર આવેલા એક ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જોકે આ ઘટના બની ત્યારે ત્યાંથી ઘણા લોકો પસાર થઈ રહ્યા હતા. પરંતુ એક પણ વ્યક્તિએ વૃદ્ધ વ્યક્તિને રોક્યા નહીં અને તેમને બચાવ્યા પણ નહીં.
ઘણા લોકોએ આ બધા દ્રશ્ય પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વૃદ્ધ વ્યક્તિ મૂળ બિહારના રહેવાસી હતા. દીકરાની સારવાર માટેના પૈસા ભેગા કરવા માટે તેઓ અમદાવાદમાં કામ કરવા માટે આવ્યા હતા. પરંતુ અહીં તેમને કશું ન મળ્યું તેથી તેઓએ રોડને અડીને આવેલા ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મૃત્યુ પામેલા વૃદ્ધ વ્યક્તિનું નામ વિફાઈ નદાફું હતું અને તેમની ઉંમર 55 વર્ષની હતી. તેઓ અમદાવાદમાં ચંડોળા તળાવ પાસે કૌટુંબિક મામાના ઘરે રહેતા હતા. તેમને ગઈકાલે ચાર રસ્તા પર ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસના સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા વ્યક્તિના બે બાળકો છે તેઓ બિહારમાં રહે છે.
બંને બાળકોમાંથી એક બાળકને ગંભીર બીમારી હતી. જેની સારવાર માટે લાખો રૂપિયાની જરૂર હતી. પોતાના દીકરાની સારવાર માટેના પૈસા ભેગા કરવા માટે રોજ વ્યક્તિ અમદાવાદ આવ્યા હતા. તેમને વિચાર્યું હતું કે અહીં કોઈ તેમની મદદ કરશે અથવા તો કોકની પાસેથી પૈસા ઉછીના લે છે. તેમને ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેમના બધા પ્રયાસો નિષ્ફળ ગયા હતા.
છેવટે તેઓ હિંમત હારી ગયા હતા અને ગઈકાલે બપોરે 3 વાગ્યાની આસપાસ અમદાવાદના નરોડામાં રોડને અડીને આવેલા એક ઝાડ પર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે તેમને આ પગલું ભર્યું ત્યારે ત્યાંથી ઘણા લોકો પસાર થઈ રહ્યા હતા. પરંતુ કોઈએ પણ તેમને રોક્યા નહીં અને કોઈને પણ તેમના ઉપર દયા આવી નહીં.
ભર બપોરે આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. મિત્રો આ ઘટના બની ત્યારે ઘણા લોકો આ ઘટનાનો વિડીયો ઉતારી રહ્યા હતા. પરંતુ કોઈ આ વૃદ્ધ વ્યક્તિની મદદ કરવા આવ્યું નહીં. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment