“ડાયમંડ કિંગ” સવજીભાઈ ધોળકિયાએ પોતાના કર્મચારીઓ માટે એક અનોખી પહેલ શરૂ કરી, કર્મચારીના મૃત્યુ બાદ પણ કર્મચારીના પરિવારને…

આપણા સૌના જાણીતા એવા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયા કે જેમની હાલ પોતાના કર્મચારીઓ માટે એક સરાહનીય પગલું ભર્યું છે. તેમણે એક અનોખી જ પહેલ લાવી છે. ત્યારે પોતાના કર્મચારીઓના કલ્યાણ માટે એક નવી કલ્યાણ યોજના શરૂ કરી છે. હરેકૃષ્ણ ડાયમંડ કંપની દ્વારા આ યોજના હેઠળ જ્યારે પણ નોકરી દરમિયાન કોઈપણ કર્મચારીનું મૃત્યુ થાય તો તેના મૃત્યુ બાદ કર્મચારીની 58 વર્ષની નિવૃત્તિ વય મર્યાદાને ધ્યાનમાં રાખી તેના પરિવારને દર મહિને પગાર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આવી કલ્યાણકારી યોજના હેઠળ કર્મચારીઓના પરિવારને પણ રાહત રહેશે ત્યારે વર્ષ 2022થી શરૂ કરાયેલી આ યોજના હેઠળ બે કર્મચારીઓના પરિવારને તો આ લાભ પણ મળી ચૂક્યો છે, ત્યારે કહીએ તો કોઈપણ કર્મચારીનું નોકરી દરમ્યાન મૃત્યુ થશે તો તેમના પરિવારને પગાર આપવામાં આવશે. આવું સરાહનીય કાર્ય કર્મચારીઓને ખૂબ જ ઉપયોગી નીવડશે.

ત્યારે ઉદ્યોગપતિ એવા સવજી ધોળકીયાએ માર્ગદર્શન આપતા કહ્યું છે કે બાઈક પર જતા કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં તેમની કંપનીના કર્મચારીઓની હેલ્મેટ વગર કંપનીના કમ્પાઉન્ડમાં એન્ટ્રી પણ મળતી નથી અને ત્યાં કામ કરતાં કોઇપણ કર્મચારી ને કોઈપણ જાતનું વ્યસન હોવું જોઈએ નહીં તેવા લોકો માટે કંપનીના કમ્પાઉન્ડમાં એન્ટ્રી નથી.

એટલું જ નહીં તેમણે વ્યસનમુક્તિના ઘણાં એવા સૂત્રોચ્ચાર પણ આપ્યા છે કે “જે વ્યસન છોડી ન શકે તેને કંપની છોડી દેવી” એવા સૂત્ર સાથે તેમણે કંપની દ્વારા કર્મચારીઓને આ પ્રકારની વિશેષ યોજનાઓથી પ્રેરિત કર્યા છે અને સાથે સાથે સરકારી નિયમો મુજબ પણ લાભ આપવામાં આવે છે, ત્યારે આવા સરાહનીય કાર્યથી સવજીભાઇ ધોળકિયાને નમન છે.

તેમના કર્મચારીઓ માટે તેમણે વતનમાં કર્મચારીને મકાન બાંધવા પાંચ વર્ષ માટે વિના વ્યાજ 5 લાખની લોન આપે છે. એટલું જ નહીં કોરોનાકાળ દરમિયાન મોટાભાગના પરિવારો પોતાના વતનમાં જઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકોને પોતાના ઘર નહીં હોવાથી બીજા ને ત્યાં રહેવું પડ્યું હતું. ત્યારે એ ધ્યાને રાખીને મકાન લોન માટે ધ્યાન આપવામાં આવ્યું હતું.

સવજીભાઈ ધોળકીયા મીડિયા સાથે વાતચીત કરી તે દરમિયાન તેમણે કહ્યું હતું કે કોઈ પણ કરવી મૃત્યુ પામે તો તેમના પરિવારને દર મહિને તેમનો પગાર મળી જાય છે. તેની મર્યાદા 1 લાખ સુધીની છે ત્યારે પરિવારની વ્યક્તિ ગુમાવ્યાનો અફસોસ જરૂર રહે પરંતુ આવક ચાલુ રહે એટલો આર્થિક બોજો હળવો કરવામાં આવશે અને આ કલ્યાણકારી યોજના 2022 અંતર્ગત શરૂ કરવામાં આવી છે જે હવેથી લાગુ પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*