ધોર કળયુગ..! માતાએ દેવર સાથે મળીને 11 વર્ષના બાળકને કેનાલમાં ફેંકી દીધો, બાળકનું જીવ લેવાનું કારણ જાણીને હચમચી જશો…

દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. ત્યારે હાલમાં બનેલી એક વિચિત્ર જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માતાએ તેના પતિના ભાઈ(દેવર) સાથે મળીને પોતાના માસુમ દીકરાનો જીવ લઈ લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલા બાળકના પિતાએ પોતાની પત્ની અને ભાઈ પર તેના દીકરાનું અપહરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ફરિયાદના આધારે પોલીસે બંનેની પૂછપરછ કરી હતી. ત્યારે કડક પૂછપરછ દરમિયાન બંને પોતાનો ગુનો કબુલ કર્યો હતો. માતાએ દેવર સાથે મળીને પોતાના 11 વર્ષના દીકરાને કેનાલમાં ફેંકી દીધો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને કેનાલમાં બાળકના મૃતદેહની શોધ કોણે શરૂ કરી દીધી છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના ફિરોઝાબાદમાં બની હતી. મૃત્યુ પામેલા બાળકના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે, તેની પત્ની ફરઝાના અને તેના ભાઈ વચ્ચે ગેરકાયદેસર સંબંધ હતા. બંનેના આ સંબંધમાં 11 વર્ષનો દીકરો અવરોધ બની રહ્યો હતો.

જેથી મૃત્યુ પામેલા બાળકના પિતાએ આરોપ લગાવતા કહ્યું કે, મારી પત્ની અને મારા ભાઈ સાથે મળીને મારા દીકરાનું અપહરણ કર્યું હતું અને પછી તેને રસ્તા પરથી હટાવી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અપહરણની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને કસ્ટડીમાં લઈને બંનેની પૂછપરછ શરૂ કરી હતી.

કડક પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ પોતાનો ગુનો કબુલ કર્યો હતો. આરોપીએ જણાવ્યું કે, બાળકનો જીવ લેવા માટે અમે તેને કેનાલમાં ફેંકી દીધો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેનાલમાં બાળકની શોધખોળ શરૂ કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રેમમાં 11 વર્ષનો બાળક અવરોધ બનતો હતો.

તેથી બાળકની માતાએ પોતાના દેવર સાથે મળીને પોતાના જ દીકરાનો જીવ લઈ લીધો હતો. બાળકનું મૃત્યુ થયું છે તેની હજુ કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી. તેનું મૃતદેહ મળ્યા બાદ આ વાતની પુષ્ટિ થશે. હાલમાં પોલીસ બાળકના મૃતદેહની શોધ ખોળ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*