હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક માતાએ પોતાના માસુમ બાળક સાથે કંઈક એવું કર્યું કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. મિત્રો તમને જણાવી દે કે આ ઘટનામાં માતાએ જ પોતાના ચાર વર્ષના દીકરાનો જીવ લઈ લીધો છે. દીકરાને એવું દર્દનાક મૃત્યુ આપ્યું કે સાંભળીને તમારા પણ રુવાડા ઊભા થઈ જશે.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા બાળકની માતા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ચંબલમાંથી એક નદીમાંથી બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું. બુધવારના રોજ સાંજના સમયે બાળકને મૃતદેહની ઓળખ થઈ હતી. ત્યારે જાણવા મળ્યું કે મૃત્યુ પામેલા બાળકનું નામ યામીન હતું અને તેની ઉંમર ચાર વર્ષની હતી.
સમગ્ર ઘટના બની આવાદો પોલીસે શોધખોળ કરીને બાળકની માતા ને કસ્ટડીમાં લીધી હતી અને તેની પૂછપરછ કરી ત્યારે સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. બાળકની માતાએ પોલીસને જણાવ્યું કે, તેનો દીકરો બોલી શકતો ન હતો, તેથી તે ખૂબ જ પરેશાન રહેતી હતી. એટલા માટે તેને પોતાના બાળકને ચંબલની નદીમાં ફેકીને તેનો જીવ લઈ લીધો હતો અને સંબંધીઓને કહ્યું હતું કે પગ લપસી જતા બાળક નદીમાં પડી ગયો છે.
વિગતવાર વાત કરીએ તો 27 ફેબ્રુઆરીના અફરોઝ નામની મહિલા પોતાના પતિ અને બાળક સાથે પોતાના પિયરમાં આવી હતી. અહીં એક સંબંધીના લગ્ન હતા તેથી તેઓ અહીં આવ્યા. મહિલાનો પતિ પોતાની પત્ની અને બાળકને પિયરમાં મૂકીને પોતાના ઘરે ચાલ્યો ગયો હતો. મંગળવારના રોજ સવારના સમયે માતા પોતાના બાળકો સાથે પોતાની બહેનના ઘરે ગઈ હતી. સાંજે મહિલા પાછી આવી ત્યારે પરિવારના સભ્યોએ તેને દીકરા યામીન વિશે પૂછ્યું હતું.
ત્યારે તેને પહેલા તો જવાબ ન આપ્યો પછી કહ્યું કે ચંબલ નદીમાં પગ લપસવાના કારણે તે ડૂબી ગયો છે. કેટલાક બાળકો મંગળવારના રોજ ચંબલ નદીના કિનારે સ્નાન કરી રહ્યા હતા. ત્યારે તેમને નદીમાં બાળકનું મૃતદેહ જોયું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો.
પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને અમૃત જાહેર કર્યું હતું. પછી પોલીસે બાળકની ઓળખ કરવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ પોલીસને કોઈ પણ પ્રકારનો પતો લાગ્યો નહીં. ઘણી તપાસ કર્યા બાદ ખબર પડી કે બાળકનું નામ યામીન છે અને તેની ઉંમર ચાર વર્ષની છે. ત્યારબાદ પોલીસ તપાસ કરતી કરતી બાળકની માતા પાસે પહોંચી હતી. ત્યારબાદ પોલીસે શંકાના આધારે બાળકની માતાને કસ્ટડીમાં લીધી હતી આ દરમિયાન માતાએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment