મિત્રો તમે દેશના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીને તો જરૂર ઓળખતા હશો. મુકેશ અંબાણીએ પોતાનો ધંધો દેશ અને વિદેશમાં ખૂબ જ મોટા પાયે વિકસિત કર્યો છે. પેટ્રોલિયમ હોય કે ટેલિકમ્યુનિકેશન કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ મુકેશ અંબાણીએ ખૂબ જ ભવ્ય સફળતા મેળવી લીધી છે. પોતાની કંપનીને આટલી ઊંચાઈ પર પહોંચાડવા માટે મુકેશ અંબાણીએ દિવસ રાત મહેનત કરી છે.
મિત્રો તમને બધાને મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા વિશે તો ખબર જ હશે. મુકેશ અંબાણીનું ઘર ખૂબ જ વિશાળ અને આલિશા અને છે. દુનિયાની તમામ સુખ સુવિધાઓ આ ઘરમાં છે. લંડનમાં મુકેશ અંબાણીને ખૂબ જ ભવ્ય મકાન છે અને અમેરિકાની અંદર પણ એ ખૂબ જ ભવ્ય હોટલ છે.
ત્યારે આજે આપણે મુકેશ અંબાણીના એક એવા ઘર વિશે વાત કરવાના છીએ જેના વિશે તમે નહીં જાણતા હોવ. ગુજરાતની અંદર 100 વર્ષ જૂનું મુકેશ અંબાણીનું એક વિશાળ ઘર આવેલું છે. આ ઘર વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. ત્યારે આજે આપણે મુકેશ અંબાણીના વારસામાં આવેલા ભવ્ય ઘર વિશે વાત કરવાના છીએ.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને વારસામાં મળેલું 100 વર્ષ જૂનું ઘર ગુજરાતની અંદર આવેલા ચોરવાડ ગામની અંદર આવેલું છે. આ ઘરની અંદર મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણીનું બાળપણ વીત્યું છે. એક સમયએ ચોરવાડ ગામની અંદર આવેલા ઘરમાંથી માત્ર 50 રૂપિયા લઈને ધીરુભાઈ અંબાણી નીકળ્યા હતા. ત્યારબાદ તેમને પાછળ ફરીને જોયું નથી.
એશિયાના સૌથી સફળ ઉદ્યોગપતિ એવા ધીરુભાઈ અંબાણીનું 6 જુલાઈ 2002 ના રોજ અવસાન થયું હતું. ત્યારબાદ તેમના બંને દીકરાઓ વચ્ચે ધંધા અને સંપત્તિનું વેચાણ થયું હતું. 28 સપ્ટેમ્બર 2011 ના રોજ ધીરુભાઈ અંબાણીના ધર્મપત્ની કોકીલાબેન એ ધીરુભાઈની યાદમાં ગુજરાતની અંદર આવેલા ચોરવાડ ગામમાં આવેલા સો વર્ષ જુના મકાનને એક સ્મારક તરીકે નિર્માણ આપ્યું હતું. આ ઘરમાં સુધારા વધારા કરીને તેને એક નવું નામ આપ્યું હતું.
જેનું નામ છે ધીરુભાઈ અંબાણીના મેમોરિયલ હાઉસ. મળતી માહિતી અનુસાર સો વર્ષ જુના આ ઘરને એક પ્રવાસીઓ અને પર્યટકોના સ્થળ માટે ખુલ્લુ મૂકી દેવામાં આવ્યું છે. જો તમે પણ આ ઘરની મુલાકાત લેશો તો તમને અંબાણી પરિવારના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણી નું આગળ કોઈ રાજમહેલથી કમ નથી. આમ ઘર એકદમ ભવ્ય હવેલી જેવું લાગે છે.
તમને જણાવી દઈએ કે ઘરની અંદરની વિશાળ ગેલેરીમાં અંબાણી પરિવાર સહિત સંબંધીત ઘણા બધા ફોટાઓ જોવા મળે છે. આ ઉપરાંત ઘરમાં જૂના જમાનાનું કેટલું ફર્નિચર પણ તમને જોવા મળશે. આ ઘરની અંદર એક દુકાન પણ છે. જેમાં અંબાણી પરિવાર સાથેની જોડાયેલી કેટલીક યાદગાર વસ્તુઓ પણ વેચવામાં આવે છે.
આ ઘરનો એક ભાગ અંબાણી પરિવાર એ પોતાની પાસે રાખ્યો છે. કારણકે ઘણી વખત ધીરુભાઈ અંબાણીના ધર્મપત્ની કોકીલાબેન અંબાણી અહીં રહેવા માટે આવે છે. આ ભાગની અંદર મોટા બગીચાઓ છે. જ્યારે ઘરનું રીનોવેશન કરાવવામાં આવ્યું ત્યારે ઘરની અંદર ખૂબ જ ધ્યાન રાખીને ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ઘરની અંદર જૂના જમાનાની ઘણી બધી વસ્તુઓ છે. મિત્રો આ ઘરમાં પણ દુનિયાની તમામ સુખ સુવિધાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment