સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. આજની યુવા પેઢી તો વિડીયો બનાવવાના ચક્કરમાં શું કરી બેસે છે તે તેને પણ ખબર રહેતી નથી. તમે ઘણા એવા લોકોને જોયા હશે તેવો વિડીયો બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે.
ત્યારે દરિયા કિનારે વિડીયો બનાવી રહેલી એક છોકરીનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો બનાવતી આ યુવતી સાથે અચાનક જ કંઈક એવી ઘટના બની કે ઘડીક વાર તો વીડિયો જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઈ જશે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક યુવતી દરિયાની નજીક એક નાની ટેકરી પર ચડીને પ્રકૃતિનો આનંદ માણી રહે છે અને વિડીયો બનાવી રહી છે.
ત્યારે અચાનક જ યુવતીનો પગ લપસી જાય છે અને તે સિધી દરિયાના પાણીમાં જઈને પડે છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વિડીયો બનાવવા માટે એક યુવતી દરિયા કિનારે આવેલી એક નાની ટેકરી ઉપર ચડે છે. અહીં ઉભી ઉભી યુવતીનો આનંદ માણી રહ્યો હોય છે.
પરંતુ ટેકરી લપસણી હોવાના કારણે જ્યોતિ પોતાનું સંતુલન ગુમાવે છે અને તે ઢળીને સિધી દરિયાના પાણીમાં જઈને પડે છે. દરિયા કિનારે જઈને વિડીયો બનાવો યુવતીને ભારે પડી જાય છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર renanlife નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયો સેકડો લોકો એ જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો તો સલાહ આપી રહ્યા છે કે આવી જગ્યાએ વિડિયો ન બનાવવા જોઈએ.
View this post on Instagram
વીડિયો જોઈને ઘડીક વાર તો અમુક લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. દરિયાના પાણીમાં પડ્યા બાદ યુવતી સાથે શું થયું તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment