મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસાર ગામે મધ્યમ વર્ગના રાઠોડ પરિવાર ના બાળકને ગંભીર બીમારી થઈ છે ત્યારે આ એસએમએ -1 નામથી આ બીમારી ઓળખાય છે અને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુ બંધ એટ્રોફિ ફેક્ટ શીટ કહેવામાં આવે છે.
ડોક્ટરોના જણાવ્યા મુજબ બાળકની સારવાર માટે એક વર્ષ જેટલો સમય લાગે છે અને રાજ્યની સરકારે પણ બાળક માટે 10 લાખ રૂપિયાનું મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મંજુર કરેલ છે.
ત્યારે આ ધૈર્યરાજસિંહ માટે લોકોનો પ્રેમ હવે રંગ લાવ્યો છે.અત્યાર સુધીમાં ધૈર્યરાજસિંહ ની સારવાર માટે અલગ સંગઠનો,સમૂહ,સમાજ,લોકો અને કલાકારોએ તેના માટે થોડી થોડી રકમ આપીને મદદ કરી છે.
જે આજે મોટી રકમ એકઠી કરી લીધી હોવાનું સામે આવ્યુ છે.જેમાં ધૈર્યરાજસિંહ ની સારવાર માટે અધધ 16.50 કરોડ રૂપિયાની જરૂર હતી તે હવે પૂરી થઈ ગઈ છે અને તેના કરતાં પણ વધારે આવક આવી ગઈ છે.
જેમાં હાલમાં 16,06,83,713 ની રકમ એકઠી કરી લીધી છે ત્યારે હવે આ રસી 15 દિવસ માં ધૈર્યરાજસિંહ સુધી પહોંચી આવશે.
તેઓના પિતાએ રવિવાર પહેલા એવું જણાવ્યું કે એકલા રાજકોટમાંથી જ મારા બાળક માટે દોઢેક કરોડ રૂપિયા જેટલું દાન આવ્યું હોવાનું મને અંદાજ છે. રકમ એકઠી થઇ રહી છે.
અને ટૂંક સમયમાં તમામ રકમ એકત્ર થઇ જાય તેમ હોવાથી સોમવારે (5 એપ્રિલે )મુંબઈ જઈને હિન્દુજા હોસ્પિટલના તબીબો સાથે બેઠક કરીશું અને ઓપરેશન અંગેનો નિર્ણય લઇશું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment