મિત્રો તમે બધા ગુજરાતના લોકસાહિત્યકાર દેવાયત ખવડને તો જરૂર ઓળખતા હશો. હાલમાં જ્યાં જુઓ ત્યાં તેમની જ ચર્ચાઓ ચાલી રહી છે. સાત ડિસેમ્બરના રોજ દેવાયત ખવડ પોતાના બે સાથીદારો સાથે મળીને મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર જીવલેણ પ્રહાર કર્યા હતા. ત્યારબાદ દેવાયત ખવડ અને તેના બંને સાથીદારો ફરાર થઈ ગયા હતા.
ત્યારે ગઈકાલે આરોપી દેવાયત ખવડે સામેથી પોલીસ સ્ટેશનમાં હાજર થઈને સરેન્ડર કર્યું હતું. રાણાને રેલો આવ્યા બાદ રાણાના ચલાઓને પણ આજે રેલો આવી ગયો છે. દેવાયત ખવડના બંને સાથીઓ આજરોજ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આજરોજ હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારવાડીયા પોલીસ સમક્ષ હાજર થયા છે.
મળતી માહિતી અનુસાર બંને આરોપીઓ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે ગુનો નોંધાયા બાદ પોલીસ આરોપી દેવાયત ખવડને પકડી શકી ન હતી. શુક્રવારના રોજ આરોપી દેવાયત ખવડે સામે ચાલીને ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા. ત્યારે ઘટનાના અન્ય બે આરોપીઓ પણ સામેથી ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા છે.
મિત્રો આ ઘટનામાં પોલીસ એક પણ આરોપીને પકડી શકી નથી પરંતુ આરોપીઓએ સામેથી આવીને સરેન્ડર કર્યું છે. આજરોજ દેવાયત ખવડને કોર્ટમાં પાંચ દિવસ રિમાન્ડની માંગણી અર્થે રજૂ કરવામાં આવશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે કોર્ટ દ્વારા કેટલા દિવસની રિમાન્ડ મંજૂર કરવામાં આવશે.
હાલમાં તો સોશિયલ મીડિયા પર ચારે બાજુ દેવાયત ખવડના ઘણા જુના વિડીયો વાયરલ થઇ રહ્યા છે અને જુના વિડીયોના કારણે દેવાયત ખવડ લોકોની વચ્ચે રમુજી પાત્ર બની ગયા છે. લોકો કહી રહ્યા છે કે સ્ટેજ ઉપર બેસીને વટ અને ખુમારીની વાતો કરનાર દેવાયત ખવડને ભાગવું કેમ પડ્યું.
મિત્રો જ્યારે ગઈકાલે દેવાયત ખવડને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા ત્યારે દેવાયત ખવડ હસતા મોઢે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. તેનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થયો હતો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા. તમે જ કહો કે મિત્રો આવા આરોપી કલાકારોને સ્ટેજ પર ચડવા દેવા જોઈએ કે નહીં..? તમે જ કહો કે આરોપી દેવાયત ખવડને શું સજા મળવી જોઈએ..?
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment