મિત્રો ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે રખડતા આખલાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. અત્યાર સુધીમાં કેટલાય લોકો રખડતા આખલાઓના કારણે ઇજાગ્રસ્ત થયા હશે અને કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે દ્વારકામાં બનેલી એક હચમચાવી દેનારી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.
જેમાં દ્વારકાના જગત મંદિર નજીક બે આખલાઓ ઝઘડી પડ્યા હતા. દ્વારકાધીશની ધ્વજા ચડાવવા આવેલા ભક્તો વચ્ચે આખલાઓ ઘૂસી ગયા હતા. આ દરમિયાન ઘટના સ્થળે ભારે દોડધામ મચી ગઈ હતી. બંને આંખલાઓએ અનેક ભક્તોને અડફેટેમાં લીધા છે. મિત્રો જગત મંદિરના દર્શનમાં દરરોજ હજારો ભક્તો આવે છે.
ત્યારે અહીંયા દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. જેના કારણે દર્શને આવતા ભક્તોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર દ્વારકામાં રબારી સમાજ દ્વારા જગત મંદિરના શિખર ઉપર ધ્વજા ચડાવવાના પ્રસંગ સમયે અચાનક બે આખલાઓ બાંધી પડ્યા હતા.
બંને આંખલાઓ ભક્તોના ટોળાની અંદર ઘૂસી ગયા હતા. કેટલાક લોકોને બંને આખલાઓએ અડફેટમાં લીધા હતા. પરંતુ આ ઘટનામાં કોઈને પણ ઇજા પહોંચી નથી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
દ્વારકાધીશની ધ્વજા ચડાવવા આવેલા ભક્તોને રખડતા આખલાઓએ અડફેટેમાં લીધા, ત્યારબાદ થયું એવું કે – જુઓ હચમચાવી દેનારો વિડિયો… pic.twitter.com/rLhXnn7ilv
— GUJJU ROCKZ (@gujju_rockz) July 25, 2022
આ ઘટના બન્યા બાદ તંત્રની કામગીરી ઉપર ઘણા સવાલો ઉભા થયા હતા. ઘણા લોકોનું કહેવું છે કે, તંત્રની બેદરકારીના કારણે દ્વારકામાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment