આમ આદમી પાર્ટીના યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, વર્તમાનમાં અમે ઉત્તર ગુજરાતના પ્રવાસે રોજગારી ગેરંટી યાત્રા લઈને આવ્યા છીએ. રોજગારી ગેરંટી યાત્રામાં અમે યુવાનોની જે વ્યથાઓ છે જે પ્રશ્નનો છે એને સાંભળીએ છીએ અને તેના નિરાકરણ માટે આમ આદમી પાર્ટી અલગ અલગ પ્રકારના પગલા ભરશે અને કઈ પ્રકારની ગેરંટી આપશે તેનાથી યુવાનો સાથે ચર્ચાઓ, વિચારણા અને મનોમંથન કરીએ છીએ.
આમ આદમી પાર્ટીના યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, વર્તમાનમાં અમે ઉત્તર ગુજરાતના પ્રવાસે રોજગારી ગેરંટી યાત્રા લઈને આવ્યા છીએ. રોજગારી ગેરંટી યાત્રામાં અમે યુવાનોની જે વ્યથાઓ છે જે પ્રશ્નનો છે એને સાંભળીએ છીએ અને તેના નિરાકરણ માટે આમ આદમી પાર્ટી અલગ અલગ પ્રકારના પગલા ભરશે અને કઈ પ્રકારની ગેરંટી આપશે તેનાથી યુવાનો સાથે ચર્ચાઓ, વિચારણા અને મનોમંથન કરીએ છીએ. મુડેઠા ગામમાં આવી રહ્યા છો, જરા સમજી વિચારીને આવજો અહીં આવો તો પાછા નહીં જઈ શકો.
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, મુડેઠા ગામ કિર્તીસિંહ વાઘેલાનું ગામ છે. કિર્તીસિંહ ખરેખર સજ્જન વ્યક્તિ છે અને એમની નિષ્ઠા ઉપર અમને જરાય સંદેશ નથી. પરંતુ એમના નામે ચરી ખાવનાર યુવા મોરચાના જે મુખ્ય હોદ્દેદારો છે એ હોદ્દેદારો મને ફોન કરીને ધમકી આપી રહ્યા છે. જેનું અમારી પાસે કોલ રેકોર્ડિંગ પણ છે. મારો એક નંબર છે જે અત્યારે હાલમાં મારા સસરા પાસે છે. તેમાં ધમકી આપનાર લોકોએ કોલ કર્યો હતો તેમને મારા સસરાને કહ્યું હતું કે, તમારા જમાઈને રોકી લ્યો જો અહીં આવશે તો અહીંથી પાછો નહીં જાય. ત્યારબાદ તે લોકોએ મારા પીએને પણ કોલ કર્યો હતો અને તેને પણ ધમકી આપી હતી. યુવરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે ભૂખ લાગી ગયેલી ભાજપ આમ આદમી પાર્ટીની વધતી પ્રભુત્વ જોઈ નથી શકતી તેના ગુંડા તત્વો અમને ધમકી આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment