રાજસ્થાનના કોટાના દેવા ડોનનો સોમવારના રોજ જાહેરમાં જીવ લઈ લેવામાં આવ્યો હતો. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. દેવા ડોનના મૃત્યુના કારણે મંગળવારના રોજ કોટામાં ભારે હંગામો થયો હતો. દેવા ડોનના સમર્થકોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય તેની માંગ કરી હતી.
દેવા ડોન લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. સમગ્ર ઘટનાને લઇને દેવા ડોનના પરિવારજનોનો આરોપ છે કે, દેવા ડોનના મિત્ર બાબુલાલ ગુજરે દેવા ડોનનો જીવ લીધો છે. સલુનમાં દેવા ડોન પર પ્રહાર કરવામાં આવ્યું હતું. ત્યારે સલૂનની સામેની દુકાન પર બેઠેલા એક વ્યક્તિએ આ ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો.
વીડિયોના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે 13 જેટલા વ્યક્તિઓ સલૂનમાં બેઠેલા દેવા ડોન પર પ્રહાર કરે છે અને તેનો જીવ લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે. સોશિયલ મીડિયામાં દેવા ડોનના સમર્થકો દ્વારા આ વિડીયો શેર કરવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વીડિયોના આધારે અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે. સાથે અન્ય આરોપીઓની પણ શોધખોળ શરૂ છે. આરોપીઓએ દેવા ડોનના શરીર પર 18 થી પણ વધારે પ્રહાર કર્યા હતા. દેવા ડોન સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ ફેમસ હતો.
બે પત્નીના પતિ અને 9 બાળકોને પિતા એવા દેવા ડોનનો જાહેરમાં જીવ લઈ લેવામાં આવ્યો – જુઓ ઘટનાનો વીડિયો pic.twitter.com/A0k2Va4PfU
— GUJJU ROCKZ (@gujju_rockz) April 7, 2022
સોશિયલ મીડિયા પર દેવા ડોનના બે લાખથી પણ વધારે ફોલોઅર્સ છે. દેવા ડોનને બે પત્ની છે. મૃત્યુ પામેલો દેવા ડોન નવ બાળકોનો પિતા હતો. પિતાના મૃત્યુના કારણે 9 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. દેવા ડોન પોતાની બંને પત્ની સાથે એક જ ઘરમાં રહેતો હતો. દેવા ડોન ની પ્રથમ પત્નીને 8 દીકરીઓ અને બીજી પત્નીને એક દીકરો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment