દેશમાં ફરી એક વખત કોરોનાના કેસ વધવાના શરૂ થઈ ગયા છે. જે લોકોએ રસીના બંને ડોઝ લીધા છે. તે લોકો પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે લીલીયા તાલુકાના અંટાળીયા ગામમાં આજરોજ કોરોના કારણે 49 વર્ષના ભરતભાઈ અમુભાઈ જોશી નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે.
મળતી માહિતી અનુસાર ભરતભાઈ ચાર દિવસ પહેલા કોરોનાના નિદાન સાથે સારવાર માટે સૌપ્રથમ અમરેલીની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ગયા હતા.
પરંતુ રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજ રોજ તેમનું મૃત્યુ થયું હતું. તેમને ફેફસાની બીમારી અગાઉથી જ હતી. જેના કારણે પણ તેમનું મૃત્યુ થયું હોઇ શકે છે. મળતી માહિતી અનુસાર 5 દિવસ પહેલા ભરતભાઈ કોરોનાથી સંક્રમિત થયા હતા.
સૌપ્રથમ તેમને અમરેલીની હોસ્પિટલમાં 5 દિવસ રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભરતભાઈ આઠ મહિના પહેલા રસીના બંને ડોઝ લીધા હતા. રસીના બંને ડોઝ લીધા હોવા છતાં પણ ભરતભાઈ કોરોનાથી સંક્રમિત થયા હતા.
પામેલા ભરતભાઈને અગાઉથી ફેફસાની બીમારી હતી. જેના કારણે પણ તેમનું મૃત્યુ થયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ગુજરાત હવે કોરોનાના કેસ દિવસે દિવસે ફરી એક વખત વધવાના શરૂ થઈ ગયા છે. હવે કોરોનાની સાથે ઓમીકોનની ચિંતા પણ રાજ્યની જનતાને રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment