મિત્રો આજના જમાનામાં મોંઘવારીનાં લીધે ઘરનાં બધાં સભ્યોને કામ કરવું પડે છે. ત્યારે એવા ઘણાં લોકો કે તેમની પરિસ્થિતિ નબળી હોવાથી તેમને કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરીને પોતાના પરિવારનું પેટ ભરી શકે તે માટે સખત પરિશ્રમ કરતા નજરે પડે છે. અને અમુક લોકોની મજબૂરી પણ તેમને કોઈ પણ પરિસ્થિતિ નો સામનો કરતા શીખવાડી દે છે.
ત્યારે આપણી સમક્ષ અવનવા વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયા જોવા મળે છે.એવામાં આજે એક એવો જ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે કે જેમાં એક દિવ્યાંગ યુવક પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તે એક નાની એવી લારી ચલાવે છે કે જે માટે ચૌમીન બનાવીને વેચવાનું કામ કરે છે.
આ દિવ્યાંગ ને એક નહીં પરંતુ બંને હાથ અડધા હોવાનું માલુમ પડયું છે. તો પણ તે તેના પરિવારને એવા તો એવા હાથે મદદ કરી રહ્યો છે જે આ વીડિયોમાં જોઈ શકો છો. જોકે વાયરલ થયેલા વિડિયો માં દિવ્યાંગ ને એક હાથ અડધો અને બીજો તો છે જ નહીં.
તેવી કરુણ હાલતમાં પણ હિંમત હાર્યા વગર તેનું ઘર ચાલે અને પરિવારજનોનું પેટ ભરાય તે માટે એક લારી શરૂ કરીને તેના પર ચૌમિન બનાવતો નજરે પડે છે. ત્યારે આવા લોકોને જોઈને પ્રેરણા લેવી જોઈએ કે તેને તો અડધો હાથ ન હોવાથી તો પણ મહેનત કરીને પોતાના પરિવારને મદદ કરે છે.
ત્યારે આપણી પાસે તો બંને હાથ છે તો દરેક કામ શક્ય બને છે. વાયરલ વિડીયો માં તમે જોઈ શકો છો એ દિવ્યાંગ યુવક બધી ચટણીઓ ચૌમીન નામની વાનગીમાં નાખીને હલાવી રહ્યો છે. ત્યારે સૌ લોકો દંગ થઈ ગયાં હશે અને વિચારતા થઈ ગયા કે આ દિવ્યાંગ યુવક હાથ વગર મહેનત કરીને તેના પરિવારનો ટેકો બને છે.
બંને હાથ ન હોવા છતાં પણ આ દિવ્યાંગ યુવક, હિંમત હાર્યા વગર મહેનત કરીને પોતાના પરિવારને આર્થિક રીતે ટેકો આપે છે – જુઓ વિડિયો pic.twitter.com/3evR5pElkX
— GUJJU ROCKZ (@gujju_rockz) April 21, 2022
આપણે પણ તેમાંથી પ્રેરણા લેવી જોઈએ અને દરેક લોકોએ તેમના જીવનમાં આગળ વધવા માટે હિંમત હાર્યા વગર સખત મહેનત કરવી જોઈએ. અને કહું તો દુનિયાનું કોઈ પણ કામ અશક્ય નથી હોતું જો તેના પર તનતોડ મહેનત કરવામાં આવે તો તે પણ શક્ય બની જાય છે, જે આ વિડીયો મારફતે સાબિત થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment