નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભગવાન જગન્નાથની રથયાત્રા અંગે આપ્યું નિવેદન, જાણો.

ગુજરાતમાં રથયાત્રા નિકળશે કે નહીં તેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144 ની જળયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે જગદીશ મંદિરે જળયાત્રાનો ગજરાજ, ધ્વજપતાકા સાથે જળયાત્રાનો વરઘોડો નીકળશે હતો.

જળયાત્રાના આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા જોડાયા હતા. રથયાત્રાને લઈને પોલીસે ત્રણ એકશન પ્લાન તૈયાર કર્યા છે. માહિતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે માત્ર રથ કે ભગવાનની મૂર્તિ ટ્રકમાં મૂકીને રથયાત્રા કાઢવાની વિચારણા ચાલી રહી છે.

માન્યતા મુજબ એક દિવસથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ મામાને ઘરે જાય છે. અને આ દિવસોમાં મંદિરમાં ભગવાન જગન્નાથજીના દર્શન થતા નથી.

તેમની પ્રતિમાના સ્થાને માત્ર ભગવાન જગન્નાથજીનો ફોટો મુકવામાં આવે છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નું મોસાળ સરસપુરમાં છે.

પૂનમના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નિજ મંદિરમાં પરત ફરે છે. ત્યારબાદ અમદાવાદમાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*