વરસાદને લઈને આવ્યા મહત્વના સમાચાર, આગાહી મુજબ આગામી દિવસમાં વરસાદનું જોર ઘટી શકે તેવી શક્યતા..

Published on: 11:58 am, Thu, 24 June 21

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કર્યો તો 43 તાલુકામાં વરસાદ વરસ્યો છે. નવસારીમાં ખેરગામમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ખેરગામમાં છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. સુરત શહેરના માંડવી તાલુકામાં 1 ઈચ વરસાદ પડ્યો છે.

ઉપરાંત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અન્ય 40 તાલુકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસમાં રાજ્યમાં વરસાદ નું જોર ધીમું રહેશે તેવી શક્યતાઓ છે.

રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડયો હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના ઘણા ગામો માં કેટલો વરસાદ પડ્યો કે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની વાત કરીએ તો ગત વર્ષ કરતાં આ વર્ષ ચોમાસાનું આગમન પહેલા થઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે વરસાદના કારણે ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે.

રાજ્યમાં વરસાદની શરૂઆત ખૂબ જ સારી થઈ હતી અને આગામી દિવસોમાં આગાહી મુજબ વરસાદનું જોર ઘટી શકે તેવી શક્યતાઓ છે. અને અત્યારે રાજ્યમાં વરસાદના કારણે વાતાવરણમાં એક ઠંડક પ્રસરી ગઇ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વરસાદને લઈને આવ્યા મહત્વના સમાચાર, આગાહી મુજબ આગામી દિવસમાં વરસાદનું જોર ઘટી શકે તેવી શક્યતા.."

Leave a comment

Your email address will not be published.


*