પેટ્રોલ-ડીઝલ ને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યુ મોટું નિવેદન, જાણો.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ જોવા મળી રહેલા વધારાને લઇને સામાન્ય માનવી તકલીફમાં મુકાઈ રહ્યો છે ત્યારે આજરોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી વિધાનસભા ગૃહમાં એક મહત્વ નું નિવેદન આપ્યું હતું.

ઉલ્લેખનીય છેકે પેટ્રોલ ડીઝલ ને જીએસટી અંતર્ગત ન લેવાના મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહત્વનું નિવેદન આપ્યું છે.તેઓએ જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલ ને જીએસટી અંતર્ગત લેવાય.

તો 50 ટકા રકમ કેન્દ્ર ને ચૂકવવી પડે.આ સાથે જ તેઓએ કહ્યું કે વેટની આવક સો ટકા રાજ્ય સરકારની તિજોરીમાં જાય છે.અને રાજ્ય સરકાર એટલા માટે સહમત થતી નથી.

વેટની આવક ની ફોર્મ્યુલા યથાવત રખાય તો સંમતિ આપીશું. દેશનું એક પણ રાજ્ય પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લઈ જવા સહમત નથી.

આપને જણાવી દઇએ કે પેટ્રોલ-ડીઝલના ભાવો જ રોજ બદલાય છે અને સવારે છ વાગ્યે અપડેટ કરવામાં આવે છે. તમે એસએમએસ દ્વારા પેટ્રોલ અને ડિઝલના દરરોજના ભાવ જાણી શકો છો.

ઇન્ડિયન ઓઇલ ના ગ્રાહકો RSP સ્પેસ પેટ્રોલ પંપ નો કોડ 9292992249 પર લખીને માહિતી મેળવી શકે છે અને બીપિસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર માહિતી મોકલી શકે છે અને કિંમત જાણી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*