કોરોના નું સંક્રમણ વધતા રાજ્યમાં લોકડાઉન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું છે. નાયબમુખ્યમંત્રી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હાલ ચાર મહાનગરો સહિત રાજ્યના 20 શહેરમાં કોરોના કરફ્યુ છે અને અનેક ગામો પણ સ્વેચ્છિક લોકડાઉન કરી રહ્યા છે.
ત્યારે હાલમાં રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન ની કોઈ જરૂરિયાત નથી. નીતિન પટેલે એમ પણ જણાવ્યું કે લોકો જાતે જ સમજીને સ્વેચ્છિક લોકડાઉન કરી રહ્યા છે.
કોરોના એ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 10340 નવા કેસ નોંધાયા છે.જયારે વધુ 110 લોકોના મૃત્યુ થયા છે.
તેની સાથે કોરોનાથી ફૂલ મૃત્યુઆંક વધીને 5377 પર પહોંચી ગયો છે. રાજ્યમાં ગઈકાલે 3981 લોકોએ કોરોનાને મહાત આપી છે. અત્યાર સુધી 3,37,545 લોકો ડીસચાર્જ થઇ ચુક્યા છે.
વેક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 88,80,954 લોકોને વેક્સિન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 14,07,058 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યા છે.
ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ફૂલ 65,901 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 43966 વ્યક્તિઓનું બીજા ડોઝ નું રસીકરણ કરાયું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment