નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યુ મહત્વનું નિવેદન, રાજ્યની સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ…

રાજ્યમાં આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી ની અધ્યક્ષતા માં કેબિનેટ બેઠક મળી હતી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર હતા. ઉપરાંત આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર મંત્રીઓ સાથે વિજય રૂપાણીએ ચર્ચા કરી હતી. બેઠક પૂરી થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.

તેમને નિવેદન આપતા કહ્યું કે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ વધારાશે. અને તમામ સરકારી હોસ્પિટલને અપડેટ કરવામાં આવશે. આ તમામ કામગીરીઓ માટે સરકાર દ્વારા રૂપિયા મંજૂર કરાયા છે.

ઉપરાંત તેમને કહ્યું કે પોરબંદર અને નવસારીની હોસ્પિટલ મોટી છે. ઉપરાંત રાજ્યમાં મેડિકલ કોલેજો અને હોસ્ટેલ માટે જમીન નું વિતરણ કરાયું છે.

રાજ્યમાં આગામી સમયમાં નવસારી, રાજપીપળા અને પોરબંદરમાં મેડિકલ કોલેજ બનાવવામાં આવશે. એટલે કે રાજ્યમાં કુલ 3 નવી મેડિકલ કોલેજ બનશે. આ ઉપરાંત તેમને કહ્યું કે કામદાર ધરાવતી હોસ્પિટલોમાં નાગરિક સારવાર મેળવી શકાશે.

ઉપરાંત સામાન્ય જનતાનો હોસ્પિટલ નો ખર્ચો રાજ્ય સરકાર ઉઠાવશે. તેમજ રાજ્યમાં 40 થી વધુ શહેરોમાં ESI 80 જેટલા દવાખાનાઓ ચાલુ થશે ઉપરાંત 7 હોસ્પિટલો પણ શરૂ થશે.

આ ઉપરાંત યુનિવર્સિટી ઉપર નિવેદન આપતા કહ્યું કે ચિલ્ડ્રન યુનિવર્સિટી માટે રાજ્ય સરકાર જમીન ની ફાળવણી કરશે. ગાંધીનગરમાં શાહપુર ખાતે 30 એકર જમીન સરકાર દ્વારા આપવામાં આવશે. ઉપરાંત તેમને જણાવ્યું કે યુનિવર્સિટી માટે આગામી બજેટમાં અમુક જોગવાયો કરાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*