કોરોનાની મહામારી માં દેશમાં ઘણા લોકોના ધંધા અને રોજગારી ભાગી ગયા છે અને કોરોનાની મહામારી વચ્ચે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સૌથી વધારે નુકસાન થયું છે. કોરોનાની મહામારી ને લીધે ખેતી ક્ષેત્રમાં પણ જોરદાર ફટકો પડયો છે. તેવામાં ખેડૂતો ના દેવા માફ કરવાને લઇને કેન્દ્ર સરકારે સંસદની અંદર આપ્યો જવાબ.
મળતી માહિતી મુજબ ગુજરાતના ખેડૂતો માથે 90 હજાર કરોડથી વધારે રૂપિયાનું દેવું છે. આ ઉપરાંત ખેડૂતોને આવકની વાત કરીએ તો મોદી સરકારનું કહેવું છે કે દેશના ખેડૂતોની આવક ડબલ કરી દેવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમુક યોજનાઓ પણ ચલાવવામાં આવે છે.
અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે પણ આ મુદ્દા પર અનેકવાર ચર્ચા કરી ચૂક્યા છે કે ખેડૂતોની આવક વધારવામાં આવશે. સંસદમાં કેન્દ્ર સરકારને પૂછવામાં આવ્યું કે શું કેન્દ્ર સરકાર ખેડૂતોનું દેવું માફ કરી દેવા માટે યોજના બનાવી રહી છે? આ મુદ્દા પર લેખિતમાં સરકાર તરફથી જવાબ આપવામાં આવે છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારને સવાલ પૂછવામાં આવ્યા કે દેવામાફીને લઈને હાલમાં સરકારની આવી કોઈ યોજના નથી. ગુજરાતના ખેડૂતોના દેવા ની વાત કરીએ તો 43 લાખ ખેડૂતો પર કુલ 90696 કરોડ દેવું છે.
એવામાં આગામી ચુંટણીમાં ખેડૂતોની દેવામાફી મુદ્દા પર સવાલો ઉભા થઇ શકે તેવી શક્યતાઓ છે. જો સરેરાશ ગણવી તો ગુજરાતના એક ખેડૂત માટે આશરે 20 લાખ રૂપિયાનું દેવું છે.
દેવાની વાત કરીએ તો દેશમાં સૌથી વધારે દેવો તમિલનાડુના ખેડૂત ઉપર છે. જ્યાં ખેડૂતોને માથે 1.89 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ત્યારબાદ આંધ્ર પ્રદેશની વાત કરે તો 169322.96 કરોડની લોન, ઉત્તર પ્રદેશમાં 155743.87 કરોડની લોન, મહારાષ્ટ્રમાં 153658.32 કરોડનું દેવું, કર્ણાટકમાં 143365.63 કરોડનું દેવું છે.
આ પાંચ રાજ્યમાં દેશમાં સૌથી વધારે દેવું છે. 5 પ્રદેશોના ખેડૂતના સૌથી ઓછા દેવાની વાત કરીએ તો દીવ અને દમણ માં 40 કરોડનું દેવું, લક્ષદ્વીપમાં 60 કરોડનું દેવું, સિક્કિમમાં 175 કરોડનું દેવું, લદાખમાં 275 કરોડનું દેવુ, મિઝોરમમાં 554 કરોડનું દેવું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment