મહારાષ્ટ્ર બાદ આ રાજ્યમાં વરસાદનો મેઘતાંડવ : ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી-પાણી…

Published on: 9:48 pm, Tue, 27 July 21

દેશમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ અનેક રાજ્યોમાં મન મૂકીને વરસી રહ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસથી ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને વરસાદના કારણે ભૂસ્ખલન જેવી પરિસ્થિતિ જોવા મળી હતી.

અને મહારાષ્ટ્રમાં તો આ સમગ્ર ઘટના દરમ્યાન ઘણા લોકો તો મૃત્યુ પામ્યા હતા ત્યારે મહારાષ્ટ્ર થી લઈને હવે રાજસ્થાનમાં પણ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં પાણીમાં ડૂબી ગયા છે. આ ઉપરાંત લાખો એકર જમીનમાં પાક પણ બગડી ગયા છે.

આ ઉપરાંત લોકોએ પોતાનો જીવ બચાવવા માટે હાલ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ કેમ્પની શરણગતિ લીધી છે. તેવામાં રાજસ્થાનના ફતેપુર ની વાત કરીએ તો અહીંના લોકો વરસાદ માટે તરસી રહ્યા હતા પરંતુ આ વખતે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

આ ઉપરાંત ફતેપુર રોડ પર જાણે ટાપુ બની ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ફતેપુર નું પ્રચલિત મંદિર સારનાથ પણ પાણી પાણી થઇ ગયું છે.

સરકારી હોસ્પિટલોમાં પણ પાણી ઘુસી ગયા છે. રાજસ્થાનમાં આ વખતે ફતેપુર માં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત મુખ્ય બજારના રોડ પર પાણી ભરાઈ ગયા છે અને દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા.

રાજસ્થાનમાં ઘણા વર્ષો બાદ સારો એવો વરસાદ પડ્યો હતો તેવામાં સિનેમા હોલ પાસે રહેતી વસ્તીના ઘણા બાળકો તો પાણીમાં આવા પણ લાગ્યા હતા. આ ઉપરાંત પાણીનો ધોધ વધી પડતા એક બાળક પાણીમાં તણાઈ ગયો હતો. પરંતુ આસપાસના દુકાનદારોએ મળીને તે બાળકને બચાવી લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહારાષ્ટ્ર બાદ આ રાજ્યમાં વરસાદનો મેઘતાંડવ : ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી-પાણી…"

Leave a comment

Your email address will not be published.


*