ગુજરાતમાં આ વર્ષે અનેક જગ્યાએ ખૂબ જ મોટી મોટી નવરાત્રીના આયોજન કરવામાં આવ્યા છે. નવરાત્રીમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમી રહ્યા છે. ત્યારે ગરબે રમતી વખતે અમુક વખત એવી ઘટનાઓ બનતી હોય છે. જેના કારણે ચારેય બાજુ માતમ જવાઈ જતો હોય છે. છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં ગરબે રમતા રમતા બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ત્યારે વધુ એક તેવી જ ઘટના સુરત શહેરમાંથી સામે આવી રહી છે. સુરતમાં લિંબાયત વિસ્તારમાં ઘરમાં ગરબા રમતા રમતા એક યુવકનું અચાનક મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઘટના લિંબાયત વિસ્તારમાં આવેલા આકાર રેસીડેન્સીમાં બની હતી.
અહીં રહેતા 34 વર્ષીય દીપકભાઈ માધવભાઈ પાટીલ નામના વ્યક્તિ એક કારખાનામાં કામ કરતા હતા. શુક્રવારના રોજ દીપકભાઈ અને તેમના મિત્ર પોત પોતાના પરિવાર સાથે ગરબા રમવા જવાના હતા. પરંતુ મિત્રોના ઘરે મહેમાન આવી જવાના કારણે ગરબા રમવા જવાનું કેન્સલ થયું હતું.
જેના કારણે દીપકભાઈ અને તેમની પત્નીએ ઘરમાં જ દોઢીયા રમવાનું શરૂ કર્યું હતું. ખૂબ જ આનંદમાં દીપકભાઈ અને તેમના પત્ની ગરબે રમી રહ્યા હતા. થોડીક વાર બાદ તેમના પત્ની થાકી જાય છે એટલે તેઓ બેસી ગયા હતા. પરંતુ દીપકભાઈ પોતાના એક અલગ અંદાજમાં જ ગરબા રમી રહ્યા હતા.
ત્યારે અચાનક જ દીપકભાઈને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેના કારણે દીપકભાઈ ગરબા રમવાનું બંધ કરી દે છે અને નીચે બેસી ગયા હતા અને જોત જોતામાં તો તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ દીપકભાઈ ને તાત્કાલિક ધોરણે ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ત્યાં ફરજ પરના તબીબે દીપકભાઈની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ લિંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. લિંબાયત પોલીસે દીપકભાઈનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ત્યારે જાણવા મળ્યું કે દીપકભાઈનું કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું મૃત્યુ થયું હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના બનતા જ દીપકભાઈના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment