એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ : મોડાસા-અમદાવાદ હાઈવે પર કાર અને ST બસ વચ્ચે ટક્કર થતાં સર્જાયો ગંભીર અકસ્માત, પિતા-પુત્ર અને ભત્રીજાનું કરૂણ મૃત્યુ…

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી છે જેમાં એક જ ક્ષણમાં અકસ્માતમાં આખો હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે સોમવારના રોજ સાબરકાંઠાના તલોદ પાસે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે.

અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર એસટી બસ અને કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પિતા-પુત્ર અને ભત્રીજાનું કરૂણ મૃત્યુ થયું છે. અકસ્માતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં મોડાસા-અમદાવાદ હાઈવે પર તલોદ નજીકઆ ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

અહીં GJ 18 Z 2939 નંબરની ST બસ અને GJ 02 CA 1812 નંબરની અલ્ટો કાર સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટનાના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યાં હાજર લોકોએ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

આ અકસ્માતની ઘટનામાં અકસ્માતની ઘટનામાં વકતુસિંહ લક્ષ્મણસિંહ ઝાલા, આદરસિંહ લક્ષ્મણસિંહ ઝાલા અને જેસલસિંહ બચુસિંહ ઝાલાનું કરૂણ મૃત્યુ થયું છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. એક સાથે ત્રણ અર્થી ઉઠતા પરિવારના તમામ સભ્યો ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*