ગોંડલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. ગોંડલ અને આશાપુરા ડેમ માં ગઈકાલે નાહવા પડેલા ત્રણ મિત્રોમાંથી એક ડૂબી ગયો હતો. મળતી માહિતી અનુસાર આશાપુરા ડેમમાં ન્હાવા પડેલા ત્રણેય મિત્રો ડેમમાં ડૂબવા લાગ્યા હતા. આ ઘટનામાં બે મિત્રોના બચાવ થયા છે. જ્યારે એક મિત્ર ડેમમાં ડૂબી ગયો છે.
મળતી માહિતી અનુસાર હાર્દિક મનોજભાઈ ઠુમર નામનો 19 વર્ષીય યુવક ડેમમાં ડૂબી ગયો હતો. આ કારણસર તેનું મૃત્યુ થયું છે. આ ઘટનાની જાણ થતાં ગોંડલ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે આવી હતી. અને ડેમમાંથી હાર્દિકના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી.
થોડીકવાર બાદ હાર્દિક મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો. મળતી માહિતી અનુસાર વેરાકોટડા રોડ પર રામજી મંદિર પાસે રહેતા હાર્દિક મનોજભાઈ ઠુંમર નામનો યુવક પોતાના બે મિત્રો સાથે ગઈકાલે બપોરે આશાપુરા ડેમમાં ન્હાવા ગયો હતો.
મળતી માહિતી મુજબ હાર્દિકના બંને મિત્રો ડેમમાં ન્હાવાની મજા માણી રહ્યા હતા ત્યારે તેમની પાસે ઉભેલા હાર્દિક નો પગ લપસ્યો હતો અને હાર્દિક ડેમના ઉંડા પાણીમાં ડૂબી ગયો હતો. આ કારણોસર હાર્દિકનું મૃત્યુ થયું હતું. બનાવ બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઉપરાંત ઘટનાની જાણ થતા ગોંડલ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો હાર્દિક પરિવારનો એકનો એક દીકરો હતો અને તે કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. હાર્દિકના પિતા કારખાનામાં કામ કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
હાર્દિકના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાર્દિક ના મિત્રોનું નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાર્દિક મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment