મિત્રો હાલમાં બનેલી એક ખૂબ જ દુઃખ દાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક બહેને રક્ષાબંધન પહેલા જ પોતાનો લાડકવાયો ભાઈ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના શિરવાણીયા ગામમાં એક બાળક સ્કૂલેથી છૂટીને વાડીએ હોજમાં સ્નાન કરવા માટે ગયો હતો.
ત્યારે પાણીમાં ડૂબી જવાના કારણે બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. રક્ષાબંધન આવે તે પહેલા બહેનના એકના એક ભાઈનું મૃત્યુ થતાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટનામાં 11 વર્ષના ધ્રુમિલ નામના બાળકનો મૃત્યુ નીપજ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શિરવાણીયા પ્રાથમિક શાળામાં ધાર્મિક ધોરણ 6માં અભ્યાસ કરતો હતો. ધ્રુમિલ ભનુભાઈની ઉંમર 11 વર્ષની હતી. ઘટના બની તે દિવસે ધ્રુમિલ શાળા માંથી 12:00 વાગે છૂટી ગયો હતો. શાળાએથી છૂટીને ધ્રુમિલ ઘરે ન ગયો પરંતુ તે વાડીએ હોજમાં નાહવા માટે ગયો હતો.
હોજમાં નાહવા પડતા ધ્રુમિલ ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. ધ્રુમિલ પરિવારનો એકનો એક દીકરો હતો. એકના એક દીકરાનું મૃત્યુ થતાં પરિવાર સહિત ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. ધ્રુમિલ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. ધ્રુમિલની નાની બહેન ધોરણ ચારમાં અભ્યાસ કરે છે.
રક્ષાબંધન પહેલા ભાઈનું મૃત્યુ તથા બહેન રડી રહી હતી. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. ધ્રુમિલ વર્ગમાં પ્રથમ નંબર લાવતો હતો. તાજેતરમાં જ યોજાયેલ પ્રવેશોત્સવમાં અગ્રણીઓના હસ્તે ધ્રુમિલને ઇનામ પણ મળ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment