સેલ્ફીના ચક્કરમાં મળ્યું મૃત્યુ…! ટ્રેનની ઉપર ચડીને સેલ્ફી લેતી વખતે એક યુવક સાથે બન્યું એવું કે – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

Published on: 12:09 pm, Thu, 4 August 22

મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં ઘણા લોકોએ સેલ્ફી લેવાના ચક્કરમાં પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. વાયરલ થઇ રહેલો વીડિયો જોઈને તમારો શ્વાસ પણ અધ્ધર થઇ જશે. મળતી માહિતી અનુસાર બે યુવકો ટ્રેનની બોગી ઉપર ચડીને સેલ્ફી લઈ રહ્યા હતા.

આ દરમિયાન બંને ટ્રેનની ઉપર થી પસાર થતા હાઈ ટેન્શન લાઇનને અડી ગયા હતા. જેના કારણે બંનેને જોરદાર કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઘટના સ્થળે ઊભેલા કેટલાક લોકોએ આ ઘટના પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી. આ વિડીયો બુધવારનો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે યુવકો પાટા ઉપર ઉભેલી માલગાડીની બોગી ઉપર ચડી ગયા હતા. ત્યાં ઉપર ચડીને બંને યુવકો સેલ્ફી લે છે. સેલ્ફી લેતી વખતે તેમનો હાથ હાઈ ટેન્શન લાઈનને અડી જાય છે.

જેના કારણે બંનેને જોરદાર કરંટ લાગ્યો હતો. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા લોકોને મોઢામાંથી ચીસો નીકળી ગઈ હતી. આ ચોક આવનારી ઘટના નાલંદામાંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર નાલંદાના ફતુહા ઈસ્લામપુર રેલ્વે સ્ટેશન પર એકંગરસરાઈ રેલ્વે સ્ટેશન પાસે માલગાડીના નવ ડબ્બા પાટા ઉપરથી નીચે ઉતરી ગયા હતા.

ત્યારબાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારે બે યુવકો ટ્રેનની ઉપર ચડીને સેલ્ફી લઈ રહ્યા હોય છે, ત્યારે તેઓ પોતાનો જીવ ગુમાવે છે. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટનામાં 16 વર્ષના યુવકનું મૃત્યુ નીપજ્યું છે.

યુવકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાનો વિડીયો ગુરુવારના રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનામાં 16 વર્ષેના સુરજ કુમાર નામના યુવકનું મૃત્યુ થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સેલ્ફીના ચક્કરમાં મળ્યું મૃત્યુ…! ટ્રેનની ઉપર ચડીને સેલ્ફી લેતી વખતે એક યુવક સાથે બન્યું એવું કે – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*