હાલમાં ઉદયપુર-અમદાવાદ નેશનલ 48 પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં લગ્નના 7 દિવસ પહેલા વરરાજાનું કરૂણ મૃત્યુ નિપજયુ છે. આ અકસ્માતની ઘટના નેશનલ હાઇવે 48 પર ટીડીના બોરીકુઆન-ગોજ્યા ગામ પાસે બન્યો હતો. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ એક યુવક ઘરે ચાલી રહેલા માંગલિક કાર્યક્રમમાં મિત્રો સાથે ડીજે પર ડાન્સ કરી રહ્યો હતો.
આ દરમિયાન ઘરની સામે હાઈવે પર જાહેર રહેલુ ટેન્કર અચાનક પલટી ખાઇ ગયું હતું. ત્યારે 25 વર્ષીય વિનોદ નામનો યુવક કન્ટેનરના કેબિનમાં ફસાયેલા ડ્રાઇવર અને ક્લીનરની મદદ કરવા માટે દોડયો હતો. વિનોદ જ્યારે બંનેને કેબિનમાંથી બહાર કાઢી રહ્યો હતો. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ આ એક ટ્રકે ટેન્કરને જબરદસ્ત ટક્કર લગાવી હતી.
આ ઘટનામાં વિનોદ કચડાઈ ગયો હતો. આ કારણોસર તેનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ગઇકાલે બની હતી. ત્યારે આજરોજ આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વિનોદના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. 25 મેના રોજ વિનોદના લગ્ન થવાના હતા.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ગઈકાલે સાંજે સાત વાગ્યાની આસપાસ વિનોદ માંગલિક કાર્યક્રમ હોવાના કારણે ડીજેના તાલ પર મિત્રો સાથે નાચી રહ્યો હતો. આ દરમિયાન વિનોદના ઘરથી થોડેક દૂર એક ગેસનું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ વિનોદ અને તેના મિત્રો ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.
વિનોદ કન્ટેનર ચાલકને કેબિનમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે અમદાવાદ તરફથી આવતા એક ટ્રકે ટેન્કરને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ કારણોસર મિત્રો અને પરિવારના લોકોની સામે વિનોદ નું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ વિનોદના પરિવાર અને ગામમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
વિનોદના લગ્ન હોવાના કારણે પરિવારમાં લગ્નની ખરીદી ઓ ચાલી રહી હતી અને ઘરે ખુશીનો માહોલ હતો. પરંતુ વિનોદ મૃત્યુ થતા માતમ છવાઇ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment