નવસારીમાં ધોરણ-12ની બોર્ડની પરીક્ષા આપવા જાય તે પહેલા વિદ્યાર્થીનું મૃત્યુ – જાણો સમગ્ર ઘટના…

ગુજરાત રાજ્યમાં હાલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે અમદાવાદમાં બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષા આપી રહેલા ધોરણ 12ના એક વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ ત્યાં તેનું કરૂણ મૃત્યુ થયું હતું. ત્યારે રાજ્યમાં વધુ એક વિદ્યાર્થીનું મૃત્યુ થવાના સમાચાર સામે આવ્યા છે. નવસારી શહેરના આશા નગર વિસ્તારમાં રહેતા શાહ પરિવારનો 18 વર્ષીય પુત્ર ઉત્સવ શાહનું ગઈકાલે કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર ઉત્સવ ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો.

ગઈકાલે અગ્રવાલ કોલેજમાં તેનું આંકડાશાસ્ત્રનું પેપર હતું. પરીક્ષા આપવા જાય તે પહેલા બપોરના એક વાગ્યાની આસપાસ ઉત્સવ ભાઈ તેના પિતાને કહ્યું હતું કે પપ્પા છાતીમાં દુખાવો થઈ રહ્યો છે. ત્યારબાદ ઉત્સવને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

ત્યાં ડોક્ટર દ્વારા ઉત્સવને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી મુજબ હદય રોગના કારણે ઉત્સવનું મૃત્યુ થયું છે. પુત્રના મૃત્યુ બાદ પરિવારે સમાજમાં એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પરિવારે મૃત્યુ પામેલા દીકરાની આંખોનું દાન કર્યું છે. મોડી સાંજે દીકરાની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જૈન અગ્રણીઓ, કલેકટર, DDO, DEO અને શહેરના અગ્રણીઓ સહિત નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જગદીશ આપણે જોડાયા હતા.

અમદાવાદમાં બોર્ડની પરીક્ષા આપતી વખતે એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. ત્યારે નવસારીમાં બોર્ડની પરીક્ષા આપવા જાય તે પહેલા એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ છે અને ચારે બાજુ માતમ છવાઇ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*