બિમાર માતા પિતાની સંભાળ રાખનાર દીકરીનું રીબાઈ રીબાઈને મોત, ઓફિસેથી ઘરે આવતી વખતે રસ્તામાં કંઈક એવું બન્યું કે… માતા-પિતા રડી રડીને અડધા થઈ ગયા…

હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ ખૂબ જ દુઃખી થઈ જશો. મિત્રો અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘણી એવી ગંભીર અકસ્માતો તમે જોઈ હશે જેના કારણે હસતો ખેલતો પરિવાર વિખરાઈ જતો હોય છે. ત્યારે હાલમાં આજે આપણે એક એવી જ ગંભીર અકસ્માતની ઘટનાની વાત કરવાના છીએ.

આ ઘટનામાં સ્કૂટી પર સવાર એક મહિલાને ખાનગી બસે કચડી નાખી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસ ચાલક મહિલાને પોતાની સાથે ઘસીને 100 મીટર દૂર લઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનામાં યુવતીનું ઘટના સ્થળે દર્દનાક મોત થયું હતું. યુવતીના મૃત્યુના કારણે રોડ ઉપર ચારેય બાજુ મરણચીસો ગુંજી ઉઠી હતી.

દીકરી પોતાની બીમાર માતા પિતાની સેવા કરી શકે તે માટે તેને લગ્ન પણ ન કર્યા હતા અને ભવિષ્યમાં લગ્ન કરવા પણ ઇચ્છતી ન હતી. આ ઘટના રાજસ્થાનના જોધપુરમાં બની હતી. મળતી માહિતી અનુસાર આ દર્દના અકસ્માતની ઘટના છ થી સાત વાગ્યાની આસપાસ બની હતી. જેના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મળી આમા ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર 38 વર્ષએ તક્ષશિલા કમલ કૃષ્ણ વ્યાસ જે પ્રતનનગર સરદ વિસ્તારના સેક્ટર સીના યુઆઇડી ક્વાર્ટરમાં રહી છે. તેની નાની બહેન પૂજા વ્યાસ અભ્યાસ કરે છે અને તક્ષશિલા સમગ્ર પરિવારની જવાબદારી અને ભરણપોષણ કરે છે. તે એક ગેસ એજન્સીની ઓફિસમાં નોકરી કરતી હતી.

ગુરૂવારના રોજ સાંજના સમયે તે નોકરી પરથી ફ્રી થઈને પોતે આરજેએસની કોચિંગ માટે જઈ રહી હતી. આ દરમિયાન જેસલમેર થી આવી રહેલી એક પ્રાઇવેટ બસે તેની સ્કુટી અને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તક્ષશિલા ફંગોળાઈને દૂર જઈને પડી હતી.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બસ તક્ષશિલાના માથા ઉપર થી પસાર થઈ ગઈ હતી. જેના કારણે તેનું ઘટના સ્થળે મોત થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ગુરૂવારના રોજ તક્ષશિલાનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી દીધી છે.

તક્ષશિલા ના પિતાને કેન્સર છે અને તેની માતા ખૂબ જ બીમાર રહે છે. જેના કારણે તક્ષશિલા પોતાના માતા પિતા અને બહેનનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. ત્રણ બહેનોમાં તક્ષશિલા બીજા નંબરે આવે છે. ત્યાંથી મોટી બહેનના લગ્ન થઈ ગયા છે. માતા પિતાની સંભાળ રાખનાર દીકરીનું મૃત્યુ થતાં પરિવાર અને આસપાસના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*