વડોદરામાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. વડોદરા નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા પાંચ યુવકો પાણીમાં લાપતા થઈ ગયા હતા. આ ઘટનામાં પાણીમાં ડૂબવાના કારણે પાંચ યુવકોના મોત થઈ ગયા છે. આ ઘટનામાં વડોદરાના એક હોમગાર્ડ સહિત બે યુવાનો અને સાવલી તાલુકાના કનોડા ગામ પાસે રણછોડપુરા ગામના ત્રણ યુવાનોનું નદીમાં ડૂબી જવાના કારણે મોત થયું છે.
મળતી માહિતી અનુસાર નદીમાં ડૂબી ગયેલા પાંચ લોકોમાંથી બે યુવકોના મૃતદેહ ગઈકાલે મળી આવ્યા હતા. જ્યારે બાકીના ત્રણ યુવકોના મૃતદેહઆજરોજ સવારે ફાયર બ્રિગેડની ટીમને મળ્યા હતા. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં 27 વર્ષના પ્રજ્ઞેશભાઈ દિનેશભાઈ માછી, 23 વર્ષના સાગરભાઇ જગદીશભાઈ તુરી, 32 વર્ષના સંજયભાઈ પુનમભાઈ ગોહિલ, 20 વર્ષના કૌશિકભાઇ અરવિંદભાઈ ગોહિલ અને 15 વર્ષના વિશાલ રતિલાલ ગોહિલનું મોત થયું છે.
મળતી માહિતી અનુસાર સંજયભાઈ કૌશિક અને વિશાલ ત્રણે એક જ ગામના વતની હતા. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૂર્તિ વિસર્જન દરમિયાન એક પછી એક કરીને ત્રણ યુવકો પાણીમાં લાગ્યા હતા.
આ ત્રણેય યુવકોને બચાવવા માટે અન્ય બે યુવકો પાણીમાં કૂદીયા. ત્યારબાદ પાંચ યુવકો પાણીમાં ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ ની ટીમને કરવામાં આવી હતી. ત્યાર પછી ફાયર વિભાગની ટીમે બે યુવકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને જ્યારે આજરોજ સવારે ત્રણ યુવકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની માહિતી મળ્યા બાદ મૃતકોના પરિવારના સભ્યો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને પોતાના દીકરાઓના મૃતદેહ જોઇને પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment