બાઈક લઈને હોટલે નાસ્તો કરવા જતા યુવકનું અકસ્માતમાં દર્દનાક મોત… માત્ર 3 વર્ષની દીકરી બાપ વગરની થઈ ગઈ…

Published on: 5:17 pm, Fri, 28 July 23

આજરોજ સવારના સમયે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક એન્જિનિયર યુવકનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર યોગ બાઇક લઈને હોટલે નાસ્તો કરવા માટે જતો હતો. આ દરમિયાન રસ્તામાં અજાણ્યા વાહને યુવકની બાઇકને ટક્કર લગાવી દીધી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને ઘટનામાં તેનું કરુણ મોત થયું હતું. આ ઘટના ઝાંસીના કાનપુર હાઇવે ઉપર બની હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો એન્જિનિયર યુવક રાજસ્થાનનો રહેવાસી હતો. યુવકના મોતના સમાચાર મળતા જ તેના માતા પિતા અને અન્ય સંબંધીઓ ઝાંસી આવવા માટે નીકળી ગયા હતા.

સાંજ સુધીમાં યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને પછી મૃતદેહને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવશે. મૃત્યુ પામેલા એન્જિનિયરનું નામ વિનોદ હતું અને તેની ઉંમર 31 વર્ષની હતી. યુવક હૈદરાબાદની એનસીસી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો.

મળતી માહિતી અનુસાર વિનોદ ભાડાના મકાનમાં રહેતો હતો. આજ રોજ સવારે કે સાડા નવ વાગ્યાની આસપાસ પોતાની બાઇક લઈને નાસ્તો કરવા માટે હોટલે જઈ રહ્યો હતો. જ્યારે રસ્તામાં એક અજાણ્યા વાહને વિનોદને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં વિનોદ ગંભીર રીતે થયો હતો.

ત્યારબાદ આસપાસના લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વિનોદની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. વિનોદના મોતના સમાચાર મળતા જ તેના પરિવારના સભ્યો તાત્કાલિક ઝાંસી આવવા માટે નીકળી ગયા હતા.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. વિનોદનું મોત થતા જ પરિવાર આઘાતમાં છે. મૃત્યુ પામેલો વિનોદ તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે વિનોદના લગ્ન થોડા વર્ષો પહેલા જ થયા હતા. તેને સંતાનમાં એક ત્રણ વર્ષની દીકરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈક લઈને હોટલે નાસ્તો કરવા જતા યુવકનું અકસ્માતમાં દર્દનાક મોત… માત્ર 3 વર્ષની દીકરી બાપ વગરની થઈ ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*