રાજકોટમાં બંધ ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતા 22 વર્ષના યુવકનું મૃત્યુ – જવાન દીકરાના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. સતત અકસ્માતની ઘટનાઓ વધતા હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ સામાન્ય બાબત બની ગઈ છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં બનેલી અકસ્માતની ઘટનામાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હશે.

ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના રાજકોટમાંથી સામે આવી રહી છે. રાજકોટમાં બેડી ગામ પાસે બંધ પડેલા ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

ટંકારાના હરબટયાણી ગામે રહેતો રાજકોટમાં ટાટા માર્કેટમાં ટેકનીશીનની નોકરી કરતો 22 વર્ષે વિવેક ભુપેન્દ્રભાઈ પીલોતરા આજરોજ સવારે પોતાનું ડિસ્કવર બાઇક લઈને રાજકોટ તરફ જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન મોરબી રોડ પર બેડી ગામ પાસે પેટ્રોલ પંપ નજીક પંચર પડેલા ટ્રકની પાછળ વિકાસની બાઇક ઘૂસી ગઈ હતી.

જેના પગલે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તેઓએ આ ઘટનાની જાણ 108 ની ટીમને કરી હતી. 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચ્યા બાદ વિવેકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ આ અકસ્માતની ઘટનામાં વિવેકને હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચતી હતી. જેના કારણે સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વિવેકને મૃત જાહેર કર્યો હતો. વિવેકના મૃત્યુના કારણે આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માતની બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવી હતી.

વિવેકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. વિવેક ના લગ્ન થયા નથી અને તે બે ભાઈઓમાં નાનો હતો. પરિવારના જવાન દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*