મિત્રો ગુજરાત રાજ્યમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી નદીમાં અથવા તો તળાવમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થનાર લોકોની સંખ્યાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. ડીસાની બનાસ નદીમાં ડૂબી જવાના કારણે વધુ એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે.
આ ઘટના બનતા આજે ચારે બાજુ ખળભાટ મચી ગયો હતો. રાજપુર પાસે બનાસ નદીમાં નહાવા જતા 11 વર્ષનો બાળક ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો. આ કારણોસર તેનું મૃત્યુ નીપજ્યું હતું. નદીમાં ડૂબી ગયેલા બાળકનું મૃતદેહ મોડી રાત્રે પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.
દિશાની બનાસ નદીમાં 5 વર્ષ બાદ પાણી આવતા આ વર્ષે નદીમાં ડૂબી જવાથી દસેક વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. રવિવારના રોજ સાંજના સમયે રાજપીપળા વિસ્તારમાં 11 વર્ષનો બાળક બનાસ નદીમાં નહાવા માટે આવ્યો હતો. ત્યારે નહાતી વખતે બાળક ઊંડા પાણીમાં ચાલ્યો ગયો હતી.
જેથી તે નદીમાં ડૂબી ગયો હતો. જેના કારણે બાળકનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલા બાળકનું નામ ભવ્ય ધવડ હતું અને તે ડીસાના મોચી વાસમાં રહેતો હતો. બનાસ નદીમાં બાળક ડૂબી ગયો હોવાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદ થી બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
ઘણા લાંબા સમય સુધી તરવૈયાઓ એ નદીમાં શોધખોળ કરી હતી. ત્યારે મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ ભવ્યનું મૃતદેહ નદીમાંથી મળી આવ્યું હતું. દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મૃત્યુ પામેલો બાળક ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હતો.
દીકરાના પિતા મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે ભવ્યના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment