સુરત શહેરમાં દશેરાના તહેવારના દિવસે એક માથા સમાચાર સામે આવ્યા છે. સુરતના ભટાર વિસ્તારમાં એક મોટી દુર્ઘટના બની છે. ભટાર વિસ્તારમાં આવેલા ગિરધર એસ્ટેટ-2માં આવેલા લુમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનામાં કામ કરતા 8 જેટલા મજૂરો ત્રીજા માળેથી નીચે પડ્યા છે. આ ઘટના બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર ત્રીજા માળની લિફ્ટમાં કામદારો વહેલી સવારે લિફ્ટ માંથી નીચે ઉતરી રહ્યા હતા. ત્યારે અચાનક જ લિફ્ટનો તાર તૂટી જતા લિફ્ટ ખૂબ જ ઝડપમાં નીચે પડી હતી. આ ઘટનામાં એક મજૂરનું મૃત્યુ થયું છે અને અન્ય 7 મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સવારના 8:30 થી 9:00 વાગ્યાની વચ્ચે સુરતના ઘટાડ વિસ્તારમાં શાંતિનાથ મિલની પાછળ આવેલા ગિરધર એસ્ટેટ-2માં બની હતી.
અહીં લુમ્સના કારખાના અને લોન્ડ્રીના કારખાનામાં કામ કરી રહેલા આઠ જેટલા મજૂરો વહેલી સવારે લિફ્ટમાં બેસીને નીચે આવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ લિફ્ટનો તાર તૂટી ગયો હતો. જેના કારણે લીફ્ટ ત્રીજા માળેથી ખૂબ જ ઝડપમાં નીચે પડી હતી. આ ઘટનામાં લિફ્ટમાં સવાર 8 મજૂરોને ગંભીર ઈજા પહોંચી હતી.
એક મજૂરને વધારે પડતી ગંભીર ઇજા પહોંચવાના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા અન્ય સાત મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનાની માહિતી મળતા સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલા પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ તેઓ ઇજાગ્રસ્ત થયેલા લોકોની ખબર અંતર પૂછવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
હાલમાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટનામાં એક મજૂરે પોતાનો જીવ ગુમાવ્યો છે. મજૂરના મૃત્યુના સમાચાર તેના પરિવારજનોને મળતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment