હાલમાં સોશિયલ મીડિયા તમે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા છે જેમાં ઘણી વખત લોકો સેલ્ફી લેવાના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવી બેસે છે. ત્યારે દીવમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. દીવના નાગવા બીચ પર સેલ્ફી લેવાના ચક્કરમાં એક યુવાને દરિયાના મોજામાં તણાયો હતો.
આ ઘટનામાં યુવાનનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર સુત્રાપાડા JHCL કંપનીમાં નોકરી કરતો એક યુવાન પોતાના 6 મિત્રો સાથે કંપનીમાં રજા હોવાથી કાર લઈને દીવ ફરવા માટે ગયો હતો.
ત્યારે બપોરના ચાર વાગ્યાની આસપાસ નાગવા બીચ નજીક આવેલા ખડકની ટેકરી પરથી યુવક સમુદ્રના મોજા સાથે સેલ્ફી લઇ રહ્યો હતો. એ દરમિયાન જ એક ઊંચું ઉછળતા સેલ્ફી લઈ રહેલો યુવાન પાણીમાં પડ્યો હતો.
આ ઘટનાની જાણ થતા જ સ્પીડ બોટ અને ફાયર સ્ટાફની ટીમ મદદ માટે યુવાન પાસે પહોંચી હતી. આ દરમિયાન દરિયાના પાણી માંથી યુવાનને બહાર કાઢીને સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના બન્યા બાદ યુવાનને મૃત્યુની જાણે તેમની પત્નીને કરવામાં આવી હતી. મૃત્યુ પામેલા યુવાનને બે બાળકો હોવાનું જાણવા મળી રહ્યું છે. પિતાના મૃત્યુના કારણે બે બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે.
ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment