બેંગલોરમાં બનેલી હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો જોઈને તમારા રૂંવાટા ઉભા થઇ જશે. અહીં એક પિતાએ પોતાના જ પુત્રનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર બેંગ્લોરમાં રહેતા પિતા સુરેન્દ્ર અને પુત્ર વચ્ચે ધંધાને લઈને થોડાક દિવસોથી વિવાદ ચાલી રહ્યા હતા.
બંને વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે 55 વર્ષીય પિતા સુરેન્દ્ર પોતાના 25 વર્ષીય દીકરા અર્પિતને રસ્તા પર પહેલા તેના પેન્ટ પર પિતા થીનર ફેંક્યું અને ત્યારબાદ પોતાના પુત્રને સળગાવી દીધો. આ ઘટના બન્યા બાદ ઉત્તર અર્પિતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.
ત્યારે ગઇકાલે સાત તારીખના રોજ અર્પિતનું કરૂણ મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્ર ફેબ્રીકેશનનો વેપાર કરે છે. તેનો પુત્ર અર્પિત પણ તેની સાથે દુકાન ચલાવતો હતો.
જ્યારે પિતા સુરેન્દ્ર પુત્ર અર્પિત પાસેથી 1.5 કરોડ રૂપિયાનો હિસાબ માંગ્યો ત્યારે અર્પિતે હિસાબ ન આપ્યો. આ કારણોસર પિતા-પુત્ર વચ્ચે માથાકૂટ થઇ ગઇ હતી. 1 ફેબ્રુઆરીના રોજ સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ઘટના માં તમે જોઈ શકો છો કે, રસ્તા પર એક પિતા પોતાના પુત્રને સળગાવી દે છે.
ત્યારે આજુબાજુના લોકો અને ગોદામમાં કામ કરતા મજૂરો ભેગા મળીને અર્પિતને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જાય છે. ગઈ કાલે સારવાર દરમિયાન એક વ્યકિતનું કરૂણ મૃત્યુ થાય છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ઘોર કળિયુગ! રસ્તા પર જઈ રહેલા બાપ-દીકરા વચ્ચે અચાનક એવું તો શું થયું કે, પિતાએ દિકરાનો જીવ લઇ લીધો – જુઓ ઘટનાનો વીડિયો pic.twitter.com/EMOhIquIjK
— GUJJU ROCKZ (@gujju_rockz) April 8, 2022
વાયરલ થયેલો આ વીડિયો જોઈને ભલભલા લોકોના રૂવાટા ઉભા થઇ ગયા છે. ઘટના બન્યા બાદ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. ધંધામાં નુકસાન થવાના કારણે પિતા ખૂબ જ નારાજ થઈ ગયા હતા. કારણોસર પિતાએ પોતાના જ પુત્રનો જીવ લઇ લીધો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment