સુરત(Surat): જિલ્લામાં આવેલા કડોદરામાં(Kadodara) બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કપાતર બાપે પોતાની જ દીકરીનો જીવ લઇ લીધો છે. જાણવા મળી રહ્યું છે કે છત પર નહીં પરંતુ ઘરમાં સુવાની બાબતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો એટલો વધી ગયો કે જુવાનજોધ દીકરીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
જાણવા મળી રહ્યું છે કે ઘરમાં ઊંઘવા માટે ઈચ્છતા શેતાન બાપે દીકરી ઉપર ધારદાર વસ્તુ વડે 17 વખત ધા કરીને દીકરીનો જીવ લઇ લીધો હતો. હેવાન બનેલા કપાતર બાપે સૌપ્રથમ પોતાની દીકરીનો જીવ લઈ લીધો. ત્યાર પછી પોતાના ત્રણ દીકરા અને પત્ની ઉપર પણ ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેમને ઇજાગ્રસ્ત કર્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો કડોદરામાં સત્યમ નગર વિસ્તારમાં રામાનુજ શાહુ નામનો 42 વર્ષનો વ્યક્તિ પોતાની પત્ની રેખાદેવી, 19 વર્ષીય દીકરી ચંદાકુમારી અને 3 દીકરા સુરજ, ધીરજ અને વિશાળ સાથે રહે છે. રાત્રે ધાબા પર પત્ની સાથે સુવાની બાબતે રામાનુજનો ઝઘડો થયો હતો.
આ દરમિયાન દીકરી ચંદા અને ત્રણેય ભાઈઓ પોતાની માતાને બચાવવા માટે આવ્યા હતા. ત્યારે કપાતર બાપે ધારદાર વસ્તુ લઈને 19 વર્ષની દીકરી ઉપર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. 17 વખત પોતાની જ દીકરી ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. આ કારણસર દીકરીનું કરુણ મોત થયું હતું.
જાણવા મળી રહ્યું છે કે રાત્રે આશરે અગિયારેક વાગ્યાની આસપાસ પરિવાર જમીને બેઠો હતો. ત્યારે પત્નીએ પોતાના પતિને કહ્યું કે ગરમીનો સમય છે એટલે આપણે છત ઉપર સુવા જઈશું. એવું કહેતા જ પતિએ ઉપર સુવા જવાની ના પાડી હતી અને આપણે બધા ઘરમાં સુઈ જશું તેવું કીધું હતું. આ વાત ઉપર પતિ પત્ની વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો.
ત્યારે પતિએ કહ્યું કે વારંવાર મારી સાથે જીભાજોડી કરીશ તો તમારા બધાનો જીવ લઈ લેશ. ત્યાર પછી પતિ ઘરની બહાર ચાલ્યો ગયો હતો. થોડીક વારમાં પોતાના હાથમાં એક મોટું ધારદાર વસ્તુ લઈને પતિ ઘરે આવ્યો હતો. આજે તારો જીવ લઇ લઉં એમ કહીને પોતાની પત્ની ઉપર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન દીકરી પોતાની માતાને બચાવવા માટે વચ્ચે પડે છે. ત્યારે આરોપી બાપે 17 વખત દીકરી ઉપર પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment