દેશમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ઇંદોરના રાવ વિસ્તારમાં રવિવારના રોજ એક પતિ-પત્નીએ પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. તેમના મૃત્યુ બાદ તેમની વિશેની ઘણી બધી ચોકાવનારી બાબતો સામે આવી છે. બંનેના મૃત્યુ માટે માતા પિતાને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે તેવું સામે આવી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ભાડાના મકાનમાં રહેતા સચિન પટેલ અને તેની પત્ની મોહિનીએ રવિવારના રોજ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સચિનના જીજાજીની પૂછપરછ કરી હતી. ત્યારે તેને જણાવ્યું કે સચિનના પરિવારમાં કોઈ હતું નહીં. સચિન બેરોજગાર હતો તેના કારણે તેને સસરાના ટોણા સાંભળવા પડતા હતા તેનાથી તે ખૂબ જ પરેશાન થઈ ગયો હતો.
આ કારણોસર તે પોતાની પત્નીને તેના સાસરીયાઓથી દૂર રાખવા માગતો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસને આશંકાઓ છે કે રવિવારના રોજ પતિ-પત્ની વચ્ચે થોડાક તળાવ થયા હશે અને ત્યારબાદ બંને આ પગલું ભર્યું હશે. મળતી માહિતી અનુસાર સચિન ની પત્ની મોહિની છેલ્લા કેટલા સમયથી આંગણવાડીમાં કામ કરતી હતી. જ્યારે સચિન બેરોજગાર હતો. જેના કારણે તેના સાસરિયાઓ તેના પર ખૂબ જ ગુસ્સે રહેતા હતા.
આ મામલે સચિન ને તેના સાસરિયાઓ સાથે પેલા ઘણી વખત વિવાદો પણ થઈ ગયા હતા. પરંતુ મોહિની આ મામલે તેના પતિ સચિન નો પક્ષ લેતી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સચિન અને મોહિનીના લગ્ન લગભગ પાંચ વર્ષ પહેલા થયા હતા. લગ્ન થયા ત્યારે મોહિનીના માતા-પિતા આ વાતથી ખુશ ન હતા. સચિન બેરોજગાર હતો તેથી તેઓ સતત તેને ટોણા મારતા હતા.
મળતી માહિતી અનુસાર થોડાક દિવસો પહેલા સચિન અને તેની પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે આ ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો. રવિવારના રોજ સચિન અને તેની પત્નીનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે જણાવ્યા અનુસાર, તપાસમાં હજુ સુધી મોહિનીના ગળા પર કોઈના હાથના નિશાન મળ્યા નથી.
મોહિનીના નામની જે સુસાઇડ નોટ દીવાર પર લખેલી મળી છે તેને લઈને આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણકે મોહિનીના હાથમાં હળદર મળી નથી. જ્યારે સચિનના હાથમાં હળદર જોવા મળી હતી. પરંતુ જ્યારે પોલીસને બીવાર પર લખેલા લખાણને ત્યાં વડેલી એક ડાયરી સાથે મેચ કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ તો મોહિનીનું લખાણ છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment