તમે ઘણી એવી અવારનવાર ઘટના સાંભળી હશે તે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ ગયા હશો. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. મહીસાગર નદીના કિનારે હાથ અને તમારે ઓઢણીથી બાંધેલી હાલતમાં એક યુવક અનેક યુવતીનું મૃતદેહ મળી આવ્યું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ચકચાર મચી જવા પામી હતી. નદીમાંથી મૃતદે મળ્યું હોવાની વાત વાયુવેગે ફેલાતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર નદીમાંથી મળી આવેલા મૃતદેહ પ્રેમી પંખીડાઓના છે. કડાણા તાલુકાના ધોડીયાર પુલ ઉપરથી સોમવારે રાત્રે બિનવારસી હાલતમાં બાઈક અને ચંપલ મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે શંકાના આધારે મંગળવારના રોજ વહેલી સવારે સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાં તપાસ હાથ ધરી હતી.
પરંતુ સ્થાનિક તરવૈયાઓને તપાસ દરમિયાન કાંઈ ન મળ્યું તેથી SDRF ગોધરાની ટીમની મદદ લેવામાં આવી હતી. તેઓએ પણ મંગળવારના રોજ મોડી રાત સુધી નદીમાં તપાસ કરી હતી, પરંતુ તેમને પણ કંઈ મળ્યું ન હતું. જ્યારે બુધવારના રોજ SDRFનું ટીમ ફરીથી નદીમાં શોધખોળ કરી રહી હતી ત્યારે તેમને નદીમાંથી એક યુવક અને યુવતીની ઓઢણી બાંધેલી હાલતમાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.
આ ઘટનાની માહિતી મળતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ત્યારબાદ યુવક અને યુવતીના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બાઈક ના નંબર ઉપરથી યુવક અને યુવતીના પરિવારના લોકોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
મૃતક યુવકનું નામ સુનિલકુમાર ઉદાભાઈ ખાંટ અને તેની ઉંમર 21 વર્ષની હતી. મૃતક યુવતીનું નામ જલ્પાબેન વિનુભાઈ બારૈયા અને તેની ઉંમર 19 વર્ષની હતી. પોલીસ દ્વારા એવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે કે, યુવક અને યુવતી હાથ અને કમર ઉપર ઓઢણી બાંધીને નદીમાં કૂદી ગયા છે.
પ્રેમપ્રકરણમાં યુવક અને યુવતીએ આ પગલું ભર્યું હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બંનેના મૃત દેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બંનેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment