મિત્રો તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોનો જીવ જતો રહેતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક બુલેટ ચાલકની બેદરકારીના કારણે માસુમ યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
યુવતીને બુલેટ સવારે જોરદાર ટક્કર લગાવી હતી. આ કારણોસર યુવતીનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી યુવતીની આજરોજ સગાઈ થવાની હતી. પરિવારના સભ્યો સગાઈની તૈયારીમાં વ્યસ્ત હતા. તેવામાં દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવારની ખુશીઓમાં માતમ છવાઈ ગયો છે.
સગાઈ ની એક દિવસ પહેલા જ દીકરીનું મોત થયું છે. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલમાં પોલીસે અજાણ્યા બુલેટ ચાલક સામે ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આ અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાંથી સામે આવી રહે છે. મૃત્યુ પામેલી યુવતી નું નામ જ્યોતિ હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. જ્યોતિ રોડ ક્રોસ કરી રહી હતી. ત્યારે એક બુલેટ ચાલકે તેને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, જ્યોતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.
પછી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાંથી જ્યોતિને વધુ સારવાર માટે પ્રયાગરાજ મોકલવાનું કીધું હતું અને જ્યારે પરિવારના સભ્યો દીકરીને સારવાર માટે પ્રયાગરાજ લઈ જતા હતા. ત્યારે રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું. હાલમાં ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment