સુરતમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 22 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે યુવતીને તાવ, માથાનો દુખાવો અને ખેંચ આવી હતી અને પછી તો તેને સારવાર મળે તે પહેલાં તો તેનું મોત થઈ ગયું હતું. ઘટનાને રહીને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી યુવતીનું નામ સેજલ કુમારી રાજેશભાઈ ચૌધરી હતું.
સેજલ બીમાર હતી એટલે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં તો તેનું મોત થઈ ગયું હતું. મૃત્યુ પામેલી સેજલ રાજકોટની બી.એડ કોલેજની વિદ્યાર્થીની હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચે આવી હતી.
શ્રી મુરલીધર બી.એડ કોલેજમાં સેજલ કુમારીએ એક મહિના પહેલા પ્રવેશ મેળવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે સેજલકુમારી કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે કોલેજ નજીક સોસાયટીમાં રૂમ રાખીને રહેતી હતી. 6 ઓગસ્ટના રોજ અચાનક જ સેજલ ને તાવ આવ્યો હતો. ત્યારબાદ સેજલને માથામાં દુખાવો પણ ઉપડ્યો હતો.
જેથી તેને હોસ્પિટલ લઈને જતા હતા, આ દરમિયાન રસ્તામાં તેને ખેંચ આવી હતી. પછી બે દિવસ સુધી તેની સારવાર ચાલતી હતી, પરંતુ તેની તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો થયો નહીં. તેથી ડોક્ટરે સેજલને સુરત વધુ સારવાર માટે મોકલી આપી હતી. ત્યારબાદ સેજલ ને રાજકોટની ખાનગી હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
અહીં સિવિલ હોસ્પિટલમાં સેજલને સારવાર મળે તે પહેલાં તો તેનું મોત થઈ ગયું હતું. માત્ર 22 વર્ષની દીકરીનું મોત તથા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સેજલના પિતા ખેત મજૂરી કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે.
સેજલ પરિવારમાં સૌથી મોટી દીકરી હતી. સેજલ ને શિક્ષક બનવું હતું એટલા માટે તે રાજકોટની કોલેજમાં બી એડ કરવા માટે ગઈ હતી. સેજલે 6 ઓગસ્ટના રોજ પોતાના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, પપ્પા બીમાર પડી ગઈ છું, હું હોસ્પિટલમાં છું, સારું થઈ જાય પછી આરામ કરવા ઘરે આવીશ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment