દીકરી વ્હાલનો દરિયો..! પોતાની લાડલી દીકરીનું સપનું પૂરું થતાં જ પિતાની આંખોમાં આંસુ આવી ગયા… વીડિયો જોઈને તમે પણ ભાવુક થઈ જશો…

માતા-પિતા બે એવી વ્યક્તિ જેમની માટે સર્વસ્વ એમના સંતાન જ છે, અને માતા-પિતા એમના સંતાનના સુખ માટે ગમે તે કરી શકે છે. એમના સંતાન ની સફળતામાં સૌથી વધારે ખુશ પણ માતા પિતા જ હોય છે અને એટલા માટે જ તેમને સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત થાય છે. એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

જેમાં એક પિતા એમની દીકરીની સફળતા ઉપર પોતાના ખુશીના આંસુને રોકી શકતા નથી. પિતા ખૂબ જ ભાવુક દેખાઈ આવે છે, આ વિડીયો ખુદ તે છોકરી જેનું નામ પ્રેક્ષા છે. તેના ઈન્સ્ટાગ્રામ માં પોસ્ટ કર્યો હતો, એને સાથે સાથે લખ્યું હતું કે ‘ મારા પિતા મને મારા સપનાની કોલેજ મીરાન્ડા હાઉસ, દિલ્હી યુનિવર્સિટીમાં મૂકવામાં આવ્યા હતા.

કોલેજમાં આ મારો પહેલો દિવસ હતો અને કોલેજ કેમ્પસની નિહાળી રહ્યા હતા અને ત્યારે મેં જોયું કે મારા પિતાની આંખોમાંથી આંસુ વહેતા હતા. મને લાગે છે મારું સપનું પૂરું થયું એટલે મારા પપ્પા એટલા ખુશ હતા અને તેઓ પોતાની લાગણીઓને રોકી શક્યા નહીં. એ પણ સાચું છે કે તેમના જીગર નો ટુકડો તેમનાથી દૂર થશે.

પરંતુ તેમના આંસુઓ એ વાતની સાબિતી આપે છે કે આ સપનું સાકાર કરવા માટે મેં કેટલી મહેનત કરી છે અને કેટલા બલિદાન આપ્યા છે. હું એટલું જ કહી શકું છું કે તમારા ચહેરા પર સ્મિત લાવવા માટે હું કંઈ પણ કરી શકું છું, આભાર મમ્મા પપ્પા, આઈ લવ યુ.

 

View this post on Instagram

 

A post shared by Preksha (@pre.xsha)

આ વીડિયોને લોકો એટલો પસંદ કરી રહ્યા છે કે અભિનેતા રોહિત શરાફ, આયુષ મહેરા અને નેટફ્લિક્સ ઇન્ડિયા એ પણ તેના પર લાઇક અને કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. અત્યાર સુધી આ વિડીયો ઉપર 11.5 મિલિયન થી વધારે વ્યૂઝ અને 12.5 લાખ થી વધારે લાઈક મળી ચુકી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*