દીકરી વ્હાલનો દરિયો..! ગુજરાતની દીકરીએ પોતાના પિતાના જન્મદિવસ પર એવું કાર્ય કર્યું કે… સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે…

દીકરો હોય કે દીકરી પોતાના પિતા માટે તે લાડકા જ હોય છે, આજના આ લેખમાં આપણે 2016 માં બનેલી એક ઘટના વિશે વાત કરીશું. વિશ્વજીત મહેરા હીરાની કંપનીમાં મેનેજર હતા, પરંતુ ફરજ પર હતા ત્યારે તેમની તબિયત લથડી હતી. જ્યારે ડોક્ટરે જરૂરી રિપોર્ટ કરાવ્યા ત્યારે સામે આવ્યું કે વિશ્વજીત મહેરાનું લીવર ફેલ થઈ ગયું છે.

ત્યારે વિશ્વજીત મહેરાની પુત્રીએ 2016 માં તેના પિતાને તેના જન્મદિવસ નિમિત્તે તેનું લીવર દાન કરીને એક દાખલો બેસાડ્યો. ભાવી નામની યુવતીએ તેના પિતા માટે ખૂબ જ મોટી કુરબાની આપી હતી, મળતી માહિતી મુજબ વર્ષ 2014 સુધીમાં વિશ્વજીત નું લીવર ખરાબ થઈ ગયું હતું.

ડોક્ટરોએ તેમને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની સલાહ આપી હતી. વિશ્વજીત પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા સંમત થયો, ઘણા સંબંધીઓ અને નજીકના મિત્રો તેમને લીવર આપવા માટે તૈયાર હતા, પરંતુ તેમની પુત્રી ભાવીએ તેનું લીવર દાન કરવાનો નિર્ણય કર્યો. જે બાદ વર્ષ 2016 માં પિતાના જન્મદિવસ નિમિત્તે ભાવીએ લીવરનું દાન કર્યું હતું.

લીવર ડોનેટ કરવાના પુત્રીના નિર્ણય પર તેના પિતા વિશ્વજીત મેહરા એ કહ્યું, “મારી આ દુનિયામાં બે માતાઓ છે’. એક જન્મ આપનારી માતા અને બીજી મારી પુત્રી જેણે મને જીવન આપ્યું છે, મને મારા લીવરમાં સમસ્યા હતી અને સહયોગથી મારા જન્મદિવસના દિવસે મારું ઓપરેશન થયું હતું.

મારી પુત્રી એ મારા જન્મદિવસ પર મને તેનું લીવર ભેટમાં આપ્યું હતું, દીકરીના નિર્ણય પછી મેં મારી દીકરીને ઘણું સમજાવ્યું કે તેણે આવું ન કરવું જોઈએ. પરંતુ તેણે મારું કંઈ સાંભળ્યું નહીં અને મને લીવર આપી દીધું, મારા મિત્રોએ પણ કહ્યું કે દીકરી લીવરદાન કરી ને તેનું જીવન બગાડી રહી છે.

પરંતુ તે અડગ રહી, જ્યારે લીવર ડોનેશનના સમાચાર વાયરલ થયા ત્યારે તે સમયે કેનેડામાં રહેતા એક છોકરાએ ભાવીની વાત સાંભળી અને તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. વાસ્તવમાં જ્યારે ભાવીએ લીવરદાન કર્યું હતું ત્યારે કેનેડિયન યુવક તેજસ ત્રિવેદી ગુજરાતની મુલાકાતે હતો અને તે લગ્ન માટે છોકરી શોધી રહ્યો હતો, તે દરમિયાન તેને ભાવીની ખબર પડી અને તેણે ભાવીને મળવાનું નક્કી કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*