હાલમાં બનેલી એક દર્દના ઘટના સામે આવી છે. વિસનગરમાં ગટરમાં પડી જવાના કારણે એક બાળકીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. વિસનગરમાં સુગંધ હોટલ આગળ એક 14 વર્ષની બાળકી ગટર લાઈનમાં ફસાઈ ગઈ હતી. આ ઘટના બનતા જ પોલીસની ટીમ અને તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
લગભગ બે કલાકની ભારે જહેમત બાદ બાળકીને ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ બાળકીને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે 108 ની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું કરવાનું મૃત્યુ નીપજ્યું છે. આ સમગ્ર ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર બાળકી સાયકલ લઈને સ્કૂલેથી ઘરે જતી હતી. આ દરમિયાન વરસાદી પાણીના કારણે બાળકીએ સાયકલ પરથી કાબુ ગુમાવ્યો હતો. આ દરમિયાન નજીકમાં એક ગટરના ઢાંકણું ખુલ્લું હતું. ત્યારે સાયકલ પર સવાર બાળકી ગટરમાં ખાબકી હતી.
વિસનગર પાલિકાની ઘોર બેદરકારીને કારણે સ્થાનિક લોકોના ભારે ગુસ્સો જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃત્યુ પામેલી બાળકી ધોરણ આઠમાં ભણતી હતી અને તેની ઉંમર 14 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર બાળકી બે કલાક સુધી ગટરમાં પોતાનો જીવ બચાવવા માટે બૂમાબૂમ કરતી હતી.
આ ઘટના બનવાના કારણે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ ત્રણ JCBની મદદથી અલગ અલગ જગ્યાએ ખોદકામ શરૂ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર સ્થાનિક લોકોએ અને ફાયર વિભાગની ટીમે બે કલાક બાદ બાળકીને ગટરમાંથી બહાર કાઢી હતી અને ત્યારબાદ તેને બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. બાળકીના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. મૃત્યુ પામેલી બાળકીનું નામ જિયા નાયી હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment