ભાવનગરમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ડોકટરની બેદરકારીના કારણે એક સગર્ભા મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ ગારિયાધાર નાનીવાવડી ગામથી પ્રસુતિ માટે આવેલી સગર્ભા મહિલા અને ડિલિવરી બાદ ડોક્ટરે અન્ય ગ્રુપનું બ્લડ ચડાવી દેતા મહિલાનું કરૂણ મૃત્યુ થયું છે.
આટલું જ નહીં પરંતુ મહિલા પાસે કોરા કાગળમાં ડોક્ટરે સહી કરાવી લીધી હોવાના પણ આક્ષેપો સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર નાનીવાવડી ગામથી 33 વર્ષીય સગર્ભા મહિલા ગીતાબેન હસમુખભાઈ સોલંકીને પ્રસવ પીળા થતા સૌ પ્રથમ તેમને ગારીયાધારની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
જ્યાં તેમની નોર્મલ ડિલિવરી થઈ હતી અને તેમને એક દીકરીને જન્મ આપ્યો હતો. નોર્મલ ડિલિવરી બાદ આજરોજ સવારે આઠ વાગ્યાની આસપાસ સારવાર દરમિયાન તેમનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. પરિવારજનોના આક્ષેપ છે કે, ગીતાબેનનું બ્લડ ગ્રૂપ A નેગેટિવ છે.
પરંતુ અહીં તેમને B નેગેટિવ બ્લડ ગ્રુપની 25 થી 26 બોટલો ચડાવી દીધી હતી. તેના કારણે તેમના શરીરમાં રિએક્શન આવ્યું હતું અને તેમનું કરૂણ મૃત્યુ થયું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે ડોક્ટરે ગીતાબેન પાસે એક કોરા કાગળ પર સહી કરાવી લીધી હતી.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા ગીતાબેનના પાસે આક્ષેપ કરતા જણાવ્યું કે, બહેનની સ્થિતિ એટલી ગંભીર હતી એટલે જ્યાં સુધી બહેન કોરા કાગળમાં સહી નહીં કરે ત્યાં સુધી ડોક્ટર બહેનની તપાસ નહીં કરે. એવું કહીને મારી બહેન પાસે કોરા કાગળમાં સહી કરાવી લીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment