અમદાવાદમાં સાસરિયાઓના ત્રાસથી પુત્રવધુએ ઈસ્કોન બ્રિજ પરથી મૃત્યુની છલાંગ લગાવી, સારવાર દરમિયાન મૃત્યુ – યુવતીએ મૃત્યુ પહેલા ભાઈને આ વાત કરી હતી…

ગુજરાત રાજ્યમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ, જેમાં ઘણી મહિલાઓ સાસરીયાઓના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટુંકાવી લેતી હોય છે. ત્યારે અમદાવાદમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પરથી એક યુવતીએ મૃત્યુની છલાંગ લગાવી છે. યુવતીના મૃત્યુ બાદ ચાર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે ત્રાસ આપનાર સાસરીયાઓ સામે ફરિયાદ નોંધને તેમની શોધખોળ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર ક્રિષ્ના નામની યુવતીના લગ્ન 2020 માં અમિત ચાવડા નામના યુવક સાથે થયા હતા. લગ્નના ચાર મહિના બાદ ક્રિષ્ના અને તેના સાસુ-સસરા, નણંદ અને ફોઈજી ખૂબ જ ત્રાસ આપવા લાગ્યા હતા. એટલું જ નહીં પરંતુ અવારનવાર દહેજને લઈને અને પત્નીથી છુટું કરવા સાસરિયાઓ ક્રિષ્નાને દબાણ અને ત્રાસ આપતા હતા.

સાસરિયા હોય ક્રિષ્નાને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ ક્રિષ્ના પોતાના પિયરમાં આવી ગઈ હતી અને સમય પસાર થાય તે માટે નોકરી ચાલુ કરી દીધી હતી. 18 જાન્યુઆરીએ ક્રિષ્ના નોકરીએ ગઈ હતી, નોકરી પર અડધી રજા લઈને ક્રિષ્ના મિત્રના લગ્નમાં જવા માટે નીકળી હતી. તે પહેલા તેને ઇસ્કોન બ્રિજ પરથી ઝંપલાવી પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો.

તેથી તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી, તેવું મૃત્યુ પામેલી ક્રિષ્નાના ભાઈએ ફેનીલે જણાવ્યું છે ક્રિષ્નાને જ્યારે સારવાર માટે લઈ જવામાં આવી ત્યારે તેને પોતાના ભાઈને જણાવ્યું હતું કે, હું ઘણા સમયથી રિસામણે છું. સાસુ, સસરા, ફોઈજી હું પતિથી અલગ થઈ જાવ તે માટે મને ત્રાસ આપે છે. પતિ સાથે વાત કરવા દેતા ન હતા તેથી હું સતત ટેન્શનમાં હતી. જેમાં પતિ અમિત નો કોઈ વાંક નથી.

હું કામ પર હોઉં ત્યારે પણ સાસુ સસરાના ત્રાસથી મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. આ લોકોએ ભવિષ્ય અને જિંદગી બગાડી નાખતા હું ખૂબ જ બેચેન રહેતી હતી. મને જીવવાની આશા નહોતી, જીવવા કરતા મારુ મૃત્યુ આવી જાય તે વધારે સારું. બહેનની આ વાત સાંભળીને ભાઈએ બહેનના સાસરિયાઓને ફોન કર્યો હતો, ત્યારે સાસરિયાઓએ કહ્યું હતું કે ક્રિષ્ના મરી જાય તો અમારે લેવાદેવા નથી તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો.

ક્રિષ્નાની સારવાર ચાલતી હતી છતાં પણ સાસરીયાઓ ખબર કાઢવા પણ ન આવ્યા હતા. સારવાર દરમિયાન ક્રિષ્નાનું 12 માર્ચના રોજ મૃત્યુ થયું હતું. ન્યાયની આશાએ બેઠેલા ક્રિષ્નાના પરિવારે ફરિયાદ નોંધાવી છે. જેની તપાસમાં પોલીસે આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*