ગુજરાતથી રામદેવરા દર્શન કરવા જતા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, ભાઈ અને બહેનનું એક જ દિવસે કરુણ મૃત્યુ… પરિવારમાં શોખનું મોજો ફરી વળ્યું…

Published on: 10:15 am, Thu, 4 August 22

આજકાલ અકસ્માત ની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. કાર અને બસ વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગુજરાત થી રામદેવરા દર્શન કરવા જઈ રહેલા પરિવારના સભ્યોની કાર અને બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.

અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ગંભીર અકસ્માતની ઘટના બાડમેર જિલ્લાના શિવ વિસ્તારમાં બની હતી.

ગુજરાતના મહેસાણાના એક પરિવારના ચાર સભ્યો રામદેવરા દર્શન કરવા માટે નીકળ્યા હતા. બુધવારના રોજ સવારે તેઓ શિવ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજબેરા ગામ નજીક તેમની કારને બસે જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતમાં 44 વર્ષીય કારચાલક દિનેશભાઈ નું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં તેમની બે બહેનો અને પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઈજાગ્રસ્ત થયેલા ત્રણેય લોકોને પ્રાથમિક સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન દિનેશભાઈના 42 વર્ષીય બહેન વર્ષાબેનનું કરુણ મૃત્યુ થયું હતું.

એક જ દિવસે ભાઈ અને બહેનનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે મૃત્યુ પામેલા મુકેશભાઈના મૃતદેહનું પોસ્ટમોટમ કરાવ્યા બાદ તેમનું મૃતદેહ પરિવારજનોને સોંપ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગંભીર અકસ્માતના કારણે મૃતકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતથી રામદેવરા દર્શન કરવા જતા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, ભાઈ અને બહેનનું એક જ દિવસે કરુણ મૃત્યુ… પરિવારમાં શોખનું મોજો ફરી વળ્યું…"

Leave a comment

Your email address will not be published.


*